• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

ત્રણ મહિના કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે

રાજસ્થા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં 4-5 દિવસ કોલ્ડ વેવની આગાહી

નવી દિલ્હી, તા.ર: શિયાળાની ત્રણ મહિનાની આ ઋતુ દરમિયાન સમગ્ર મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના દ્વિપકલ્પિય પ્રદેશોમાં સામાન્યથી લઈને સામાન્ય કરતા પણ નીચું તાપમાન નોંધાઈ શકે છે એમ ભારતીય હવામાન વિભાગે સોમવારે કહ્યું હતું. હિમાલયનો પશ્ચિમ ભાગ, હિમાલયની તળેટી, પૂર્વોત્તરના રાજ્યો અને પૂર્વ અને પશ્ચિમ ભારતના કેટલાક પ્રદેશોમાં સામાન્ય કરતા પણ વધુ નીચું તાપમાન જોવા મળશે એમ હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રએ આજે યોજાયેલી ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું. હવામાન વિભાગની આગામી મુજબ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબને મહારાષ્ટ્રના કેટલાકં ભાગોમાં ચારથી પાંચ દિસ સુધી કાતિલ ઠંડીનું મોજું (કોલ્ડવેવ) ફરી વળશે. આ એવા વિસ્તારો છે જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ચારથી છ દિવસ સુધી કોલ્ડ વેવનો અનુભવ કરે છે. આ શિયાળામાં પણ ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે મધ્ય ભારત અને તેની નજીક આવેલા દ્વિપકલ્પિય પ્રદેશમાં સામાન્યથી લઈને સામન્ય કરતા પણ નીચી સપાટીએ તાપમાનનો પારો ઉતરી જાય એવી શક્યતા છે, જ્યારે ભરતના બાકીના વિસ્તારોમાં સામાન્ય કરતાં સહેજ વધુ તાપમાન નોંધાઈ શકે છે એમ મોહાપાત્રએ કહ્યુ હતું. શ્રીનગર: સમગ્ર આકાશ વાદળોથી ભરાઈ જતાં કાશ્મીરમાં કોલ્ડ વેવની સ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ આ ખીણ પ્રદેશના ઉંચાઈવાળા કેટલાંક પહાડી પ્રદેશો ઉપર આજે બરફવર્ષા થઈ હતી એમ સોમવારે અહીં એક સરકારી અધિકારીએ કહ્યું હતું. સોમવારે શ્રીનગર-કારગીલ રોડ પર આવેલાં જોઝીલા ઘાટ નજીક આવેલા મિનિમર્ગ ખાતે હળવી બરફવર્ષા શરૂ થઈ હતી. ગઈકાલ રાતથી સમગ્ર આકાશ વાદળોથી છવાઈ જતાં કાશ્મીરની કોલ્ડ વેવેની સ્થિતિમાં સુધારો થયો છે, કેમ કે ગઈકાલ રાતથી તાપમાનમાં ર ડિગ્રીનો વધારો થયો છે એમ અધિકારીએ કહ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક