હિમાલય ક્ષેત્રમાં ઠંડી ફરી ચમકારો કરશે
ગુલમર્ગ,
તા.1: લાહોલ-સ્પીતિ, કિન્નૌર, મનાલી, શિમલા, કુફરી (હિમાચલ પ્રદેશ), ઔલી, કેદારનાથ
ઘાટી, ચોપતા (ઉત્તરાખંડ) જેવા ક્ષેત્રોમાં નવેસરથી ભારે હિમવર્ષા થઈ છે. જ્યાં ઉંચાઈવાળા
વિસ્તારોમાં તાપમાન શૂન્યથી 10 ડિગ્રી નીચે સુધી ગગડી ગયું હતું. જેનાં હિસાબે નદી-નાળા
થીજી થયા હતાં. કેદારનાથમાં તો તાપમાન માઈનસ 14 ડિગ્રી સુધી ઘટી ગયું હતું અને ડંખતા
ઠારે ભરડો લઈ લીધો હતો.
હવામાન
વિભાગે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં આગામી થોડા દિવસો સુધી હળવાથી મધ્યમ વરસાદ અને બરફ
વર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં 4-પ ડિસેમ્બર આસપાસ ફરીથી વરસાદ અને હિમવર્ષાની
સંભાવના છે. ભારે બરફ પડતા કેટલાક પ્રમુખ રાજમાર્ગો અને સ્થાનિક સડકો ઉપર પરિવહન પણ
ઠપ થયું હતું. ખાસ કરીને લાહોલ-સ્પીતિ અને કિન્નોર ઘાટીમાં આ સમસ્યા વધુ થઈ હતી. શનિવારે
મધ્યપ્રદેશનાં જબલપુર, ગ્વાલિયર સહિતનાં 12 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી
નીચે સરકી ગયો હતો.