અમૃતસર તા.17 : અભિનેત્રી-ભાજપા
સાંસદ કંગના રનૌતની બહુચર્ચિત ફિલ્મ ‘ઈમરજન્સી’ અંતે દેશભરમાં રિલીઝ થઈ પરંતુ પંજાબમાં
વિરોધ થયો છે. અમૃતસરમાં ભારે વિરોધ પ્રદર્શનને પગલે અનેક શહેરોમાં આ ફિલ્મ રજૂ થઈ
શકી ન હતી. તોડફોડની આશંકાને પગલે સિનેમાઘરો બહાર પોલીસ બંદોબસ્ત મૂકાયો છે.
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી
(એસજીપીસી) એ કંગના અભિનીત ફિલ્મ ઈમરજન્સીના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન યોજયું હતુ.
અમૃતસરમાં સિનેમાઘરો સામે સવારથી જ બંદોબસ્ત મૂકવો પડયો હતો. રાજયમાં મોટાભાગના સ્થળોએ
આ ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી. ફિલ્મમાં કંગના ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં છે અને ફિલ્મ
197પથી 1977 સુધીના ર1 મહિનાની ઈમરજન્સી દરમિયાનના ઘટનાક્રમ પર કેન્દ્રિત છે.