ગઢડા,
તા.17: ગઢડા(સ્વામીના) શહેરમાં આવેલા ખાટકી વાસ વિસ્તારમાં નોનવેજની દુકાન ધરાવતા એકજ
કોમના બે પરિવારો વચ્ચે કોઈ કારણોસર થયેલી બોલાચાલી બાદ ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કરતા
બે જૂથ વચ્ચે થયેલી મારામારી દરમિયાન બન્ને પક્ષે નાની મોટી ઇજાઓ થતા વધારે ઇજા ગ્રસ્ત
આધેડને ભાવનગર સારવાર માટે ખસેડતા માથાના ભાગે થયેલી ગંભીર ઇજાના કારણે મૃત્યુ નીપજતા
મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે.
આ અંગે
વધારે જાણવા મળતી વિગત અનુસાર શહેરના ખાટકી વાસ તરીકે ઓળખાતા વિસ્તારમાં નોનવેજ અને
કતલખાનાંનો વ્યવસાય ધરાવતા એકજ કોમના બે પરિવારો વચ્ચે ઉત્તરાયણના દિવસે સાંજે મોટર
સાઇકલ મુકવા અને કચરો ફેંકવાની બાબતમાં માથાકૂટ થતા સામસામે પોલીસ ફરિયાદ કરવામાં આવી
હતી. આ દરમિયાન ઇજાગ્રસ્ત આધેડ અહેમદભાઈ મુસાભાઈ તરકવડિયાનું સારવાર દરમિયાન ભાવનગર
ખાતે મૃત્યુ થતા અગાઉ થયેલી મારામારી ઇજા પહોંચાડવાની ફરિયાદના આરોપીઓ વિરુદ્ધ હત્યાનો
ગુનો નોંધાયો છે.