• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

ધ્રાંગધ્રા નજીક દારૂની 1389 બોટલ ભરેલી બોલેરો સાથે 1 ઝડપાયો

ધ્રાંગધ્રા, તા.17: અમદાવાદથી ધ્રાંગધ્રા કચ્છ તરફ હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ ગાડી ધ્રાંગધ્રા તરફ આવતી હોવાની બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે કુડા ચોકડી નજીક બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ 1389 નંગ તથા એક મોબાઈલ બોલેરો પીકઅપ ગાડી સહિત રૂ.9,06,975/- મુદામાલ સાથે ચાલક સહિત 3 સામે ગુનો નોંધાયો છે.

જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ખાસ પ્રોહીબીશન ડ્રાઈવનું આયોજન હાથ ધરાયું છે. અમદાવાદ ધ્રાંગધ્રા હાઈવે પર એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા બાબતે માહિતીના આધારે જિલ્લા એલસીબી પોલીસ સહિત સ્ટાફ દ્વારા કુડા ચોકડી નજીક બોલેરો પીકઅપ કુડા ચોકડી નજીક બ્રિજ પાસે ગાડીને રોકી ચેક કરાતા વિદેશી દારૂની 1389 બોટલો અને મોબાઈલ, બોલેરો પીકઅપ ગાડી સહિત કુલ રૂા.9,06,975/-નો મુદામાલ ઝડપી સાથે ગાડીના ચાલક મનશા કાળુરામ બિશ્નોઈને ઝડપી લીધો હતો. બુધારામ બિશ્નોઈ તથા રાજુભાઈની શોધખોળ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક