• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ગોંડલમાં ચોરીને અંજામ આપતી ટોળકી ઝડપાઈ

બે ચોરીના ભેદ ઉકેલી ગેંગનાં આઠ શખસની ધરપકડ

ગોંડલ, તા.16: ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ આંટાફેરા ચાલુ કર્યા છે ત્યારે પોલીસે તસ્કરી અટકાવા માટે અલગ અલગ ટીમો બનાવી પહેરો લોખંડી બનાવ્યો છે.તેમાં ગોંડલ તાલુકા પોલીસે બે ચોરીના ભેદ ઉકેલી આઠ જેટલા તસ્કરોને ઝડપી પાડયા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક કેજી ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ વીએમ ડોડીયા અને ટીમ  પેટ્રાલિંગમાં  હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે ગોંડલ પંથકના ભોજપરામાં 10 માસ પૂર્વે જલારામ જીનના બંધ ગોડાઉનમાંથી અંદાજે રૂ.1લાખની  કિંમતના ઘઉંની ચોરી તેમજ બીલીયાળામાં સોલાર કેબલના 281 બંડલ સોલાર કેબલની ચોરીમાં સંડોવાયેલ તસ્કર ગેંગના આઠ સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં રોહિત છગનભાઈ બોરીચા રહે. બીલીયાળા, કુમાર કુરજીભાઈ પરમાર રહે. ગોંડલ, વિશાલ ઉર્ફે નાનું રમેશભાઈ સાકરીયા રહે. બીલીયાળા, જીગર દિલીપ રહે. સાપર, વિરમદેવાસિંહ કિશોરાસિંહ જાડેજા સાપર, સંજય  ઉર્ફ લાલો મહેશભાઈ પરમાર રહે. સાપર વેરાવળ,  આશિષ ઘનશ્યામ શાહ સાપર,રમજાન અલીભાઈ કારવા રહે શાપર વેરાવળ વાળાને ઝડપી લઇ, ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવા માટે પૂછપરછ તેમજ રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક