• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ગાંધીનગરમાં તલાટી પ0 હજારની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદ, તા. 16 : ગાંધીનગરના માધવગઢ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી તરીકે હઠીસિંહ કાનજીભાઈ ફરજ બજાવે છે. માધવગઢ ગ્રામ પંચાયતની હદમાં ફરિયાદીના પત્નીના પિતા અને ભાઈઓના નામે વડીલોપાર્જિત જમીન આવેલી છે. જેના કારણે તલાટી કચેરીમાં ફરિયાદીએ વારસાઈ હક્ક પત્રકમાં નામ દાખલ કરવાની અવેજીમાં રૂ.બે લાખની લાંચ માગ કરી હતી. બન્ને વચ્ચે રકઝકને અંતે છેલ્લે રૂ.પ0 હજારમાં ડીલ ફાઈનલ થઈ હતી પરંતુ ફરિયાદી પૈસા માગતા નહી હોવાથી એસબીનો સંપર્ક કર્યો હતો. તે પછી એસીબીની ટીમે છેલ્લા ઝાખોરા બ્રીજની નીચે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં તલાટી કમ મંત્રી હઠીસિંહ સોલંકી રૂ.પ0 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયો હતો. આ મામલે એસીબીએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક