• મંગળવાર, 30 એપ્રિલ, 2024

જામનગરમાં જમીન પચાવી પાડવા અંગે ત્રણ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ નોંધાયો ગુનો પિતા-પુત્ર સહિત ત્રિપુટી સામે કાર્યવાહી

જામનગર, તા.15 : જામનગરમાં ગુલાબનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતા શબ્બીરભાઈ બશીરભાઈ ખફી નામના 32 વર્ષના સુમરા યુવાનનો રવિપાર્ક વિસ્તારમાં જ પ્લોટ આવેલ છે. જે પ્લોટ પોતાની માલિકીનો હોવા છતાં ગુલાબનગર નજીક શિવનગરમાં રહેતા હનિફ માડકિયા અને તેના પુત્રો આરીફ માડકિયા અને વારીશ માડકિયાએ પચાવી પાડયો હોવાથી અને તેમાં ગેરકાયદે કબજો કરી લીધો હોવાથી જિલ્લા કલેક્ટરમાં લેન્ડગ્રેબિંગ અંગે અરજી કરવામાં આવી હતી. જે અરજીની તપાસ પોલીસને સોંપવામાં આવી હતી અને સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઉપરોક્ત જમીન અંગેની ખરાઈ કરાતા આ જમીનમાં ગેરકાયદે પેશકદમી હોવાનું ધ્યાનમાં આવેલ હતું. 

જેનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા પોલીસવડાને આપ્યા બાદ જિલ્લા સમાહર્તા સમક્ષ પરત મોકલાવ્યો હતો. જે રિપોર્ટનાં અનુસંધાને જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા માટેનો આદેશ કરાયો હતો. જે આદેશ અનુસાર પોલીસ સ્ટેશનમાં શબ્બીરભાઈ બસીરભાઈ ખફીની ફરિયાદના આધારે ત્રણેય આરોપી પિતા-પુત્રો સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

જુગાર રમતી સાત મહિલા ઝડપાઈ:: જામનગરમાં વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં આદર્શ રેસિડેન્સીના ફ્લેટ નં.402માં રહેતી સોનલબેન જયેશભાઈ બોડા નામની મહિલા દ્વારા પોતાના ફ્લેટમાં બહારથી અન્ય મહિલાઓને એકત્ર કરીને જુગારધામ ચલાવાઈ રહ્યું છે તેવી બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડતા મકાન માલિક સહિત સાત મહિલા ગંજીપાના વડે જુગાર રમતા મળી આવી હતી. પોલીસે મકાન માલિક સોનલ જયેશભાઈ બોડા ઉપરાંત રેખા ચુનિલાલ ગોરેચા, મનિષા પ્રતાપભાઈ હરવરા, રીટા વેણીલાલ પરમાર, સવિતા માલદેભાઈ નંદાણિયાની અટકાયત કરી તેઓ પાસેથી રૂા.15,500ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક