અમરેલી,
તા.25: અમરેલી શહેરમાં રહેતી એક 17 વર્ષ, 7 મહિના અને 22 દિવસની વયની તરુણીને ગત તા.31/12/22ના
સવારના આશરે સાડા નવથી દસ વાગ્યા દરમિયાન અમરેલીના મણીનગર વિસ્તારમાંથી કોઇ અજાણ્યો
ઇસમ લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે તેણીનાં માતા પિતાના કાયદેસરનાં વાલીપણામાં
અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હતો. આ બનાવ અંગે જે તે સમયે તરુણીની માતાએ પોલીસમાં ફરિયાદ
નોંધાવેલી હતી. આ બનાવ અંગેનો કેસ અમરેલીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી
વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલ તથા જે તે સમયનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનાં
માર્ગદર્શન નીચે તપાસ કરનાર પોલીસ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર આઇ.જે. ગીડાએ કરેલી તપાસના
આધારે કોર્ટે ચલાલા ગામે ધારી રોડ, રેલવે ફાટક પાસે આવેલ દાનેવ સોસાયટી વિસ્તારમાં
રહેતા આરોપી સંજય ઉર્ફે ભૂરો ચતુરભાઇ સોલંકીને કસુરવાર ઠરાવી શિક્ષાપાત્ર ગુનામાં
20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 30,000નો દંડની સજાનો હુકમ કરેલો છે.
આ બનાવના
આરોપી દ્વારા ભરેલ દંડની રકમમાંથી ભોગ બનનારને વળતર પેટે રૂ.25,000 ચૂકવી આપવાનો હુકમ
કરવામાં આવે છે.