• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

વીજચોરીના કેસમાં 3 વર્ષની સખત કેદ, 13.21 લાખનો દંડ ફટકારાયો

ખંભાળિયાની સ્પેશિયલ ઈલેક્ટ્રિક અદાલતનો ચુકાદો

ખંભાળિયા, તા. 21: વીજ ચોરીના કેસમાં ખંભાળિયાની સ્પેશિયલ ઈલેક્ટ્રિક અદાલતે આરોપીને 3 વર્ષની સખત કેદ, 13.21 લાખનો દંડ ફટકાર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હરીપર ગામમાં વીજ અધિકારીઓ દ્વારા તા.19/10/2023ના રોજ વીજચાકિંગ હાથ ધરાયુંહતું. તે દરમિયાન આરોપી પ્રદીપકુમાર દેવશીભાઈ કરમુર (રહે.માધવગ્રીન સોસાયટી, હરીપર ગામ, તા.ખંભાળિયા, જી.દેવભુમી દ્વારકા)ના રહેણાક મકાને વીજચેકીંગ કરતા તેઓ કોઈ વીજમીટર ધરાવતા ન હોઈ અને ગેરકાયદે રીતે પોતાના મકાનની બાજુમાં આવેલ ઙ.ઋ.ટ.ઈ.ક. કંપનીની હળવા દબાણની વીજલાઈનના પોલ પરથી અનઅધિકૃત પોતાનો સર્વીસ વાયર જોડી ગેરકાયદે રીતે વીજપુરવઠો મેળવી અને તેનો ઘર વપરાશ માટે ઉપયોગ કરી ચેકીંગ દરમ્યાન રૂ.2,20,276.19 (રૂપિયા બે લાખ વીસ હજાર બસો છોતેર)ની વીજચોરી કરતા પકડાયા હતા.

 આથી તેમની સામે વિરુદ્ધ વીજચોરીની ફરિયાદ કરાઈ હતી. અને જે ફરિયાદ અન્વયે તપાસ દરમ્યાન આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થઈ હતી. ત્યારબાદ આ કેસ સ્પે. ઇલે. કેસથી ખંભાળીયાના જજ એસ.વી.વ્યાસની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.  અને મહત્વના સાક્ષીઓને તપાસ્યા બાદ જજ એસ.વી.વ્યાસએ આરોપી પ્રદીપકુમાર દેવશીભાઈ કરમુરને તકસીરવાન ઠરાવી 3 વર્ષની સખત કેદની સજા તથા વીજચોરીની રકમનો છ ગણો દંડ રૂ.13,21,657ની સજાનો હુકમ કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક