ટોળકીના
સૂત્રધાર અસલમ કુરેશી સામે પાંચ અને ભાજપ કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે 11 ગુના નોંધાયા
છે : ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
જૂનાગઢ
તા.21 : જૂનાગઢમાં પોલીસે વોર્ડ નંબર ત્રણના
ભાજપ કોર્પોરેટર અને તેના ભાઈ સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ભાજપ કોર્પોરેટરની
ધરપકડ કરતા ચકચાર ફરી વળી છે.
જૂનાગઢના
સુખનાથ ચોકના જમાલવાડીમાં રહેતા અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહીમ કુરેશી તથા તેનો ભાઈ ભાજપ
કોર્પોરેટર અબ્બાસ ઈબ્રાહીમ કુરેશી અને તેના બે સાગરીતો શાહબાજ ઉર્ફે શહેબાજ જાફર કુરેશી
અને કરીમ આમદ સીડા સામે ગુનો નોંધાયો છે. ગેંગ
લીડર અસલમ ઈબ્રાહીમ કુરેશીની આગેવાનીમાં સંગઠીત ગુના આચરતી ગેંગે છેલ્લા 10 વર્ષ દરમિયાન
28 જેટલા ગંભીર ગુનાઓ જેવા કે ખૂનની કોશિશ, ખંડણી, બળજબરીથી પૈસા પડાવી લેવા, હથિયારધારા
,પોલીસ ઉપર હુમલો ખાનગી, મિલકતોને નુકસાન, સાયબર ફ્રોડ જેવા ગુનાઓમાં સામેલ છે. આ ટોળકીના
સૂત્રધાર અસલમ કુરેશી સામે પાંચ ગુના, ભાજપ કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે 11 ગુના
નોંધાયેલ છે. ક્રાઈમ બ્રાન્ચે કોર્પોરેટર કુરેશીની ધરપકડ કરી વધુ તપાસ ડીવાયએસપી રવિરાજાસિંહ
પરમારએ હાથ ધરી છે.