• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

દેશના 15 રાજ્યમાં 56 સોની વેપારી સાથે છેતરાપિંડી કરનારા બંટી બબલી ઝડપાયા

જુનાગઢ, તા.20 : દેશના 15 રાજ્યોમાં 56 વેપારીઓ સાથે નકલી દાગીના ધાબડી ઓરીજનલ દાગીના અને રોકડની છેતરાપિંડી કરનાર બંટી બબલીને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વડોદરામાંથી ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. જુનાગઢ અને કેશોદના સોની વેપારીઓ સાથે છેતરાપિંડીની ફરિયાદને પગલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરામાંથી મળેલા ફોટાના આધારે બિહારના ધર્મેન્દ્ર ફાગુભાઈ શાહુ અને કિરણ દેવી સંજય યાદવ વડોદરામાં હોવાનું જાણવા મળતા એક ટીમને ત્યાં દોડાવી બંનેને ઝડપી લીધા હતા.

આ બંટી બબલીની પૂછપરછ કરતા પટનાના રવિ સોની અને બનારસનો સોનુ નામનો શખ્સ 30 ગ્રામના દાગીના આપતા હતા, જે દાગીના પ્રથમ નજરે પારખી શકતા ન હતા. 20 ગ્રામનો પંચધાતુંનો દાગીનો બનાવી તેના ઉપર પોટાશ કેમિકલ ચડાવી 10 ગ્રામ સોનાનો ઉપયોગ કરાતો હતો.નકલી દાગીના વેચવા માટે રવિ અને સોનુ એક દાગીના દીઠ રુ.7,000 આપતા હતા આ બંટી બબલી એક શહેરમાં બીજી વખત છેતરાપિંડી કરવા ઉતરતી ન હતી.  અત્યાર સુધીમાં દેશના 15 રાજ્યોમાં 56 સોની વેપારીઓ સાથે છેતરાપિંડી કર્યાની કબૂલાત આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક