કેશોદમાં
જીવલેણ હુમલાના કેસમાં પિતા-પુત્રો સહિત પાંચને જેલને સજા
જૂનાગઢ,
તા.7: કેશોદમાં યુવતિના અપહરણના મનદુ:ખમાં દસ વર્ષ પહેલા યુવતિના માતા-પિતા અને ભાઈ
ઉપર જીવલેણ હુમલાના બનાવમાં કેશોદની અદાલતે પિતા પુત્રો સહિત પાંચને ત્રણ વર્ષની સખ્ત
કેદ તથા રૂા બે-બે હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.
આ બનાવની
વિગત પ્રમાણે કેશોની યુવતીને ઇબ્રાહીમશા અચુશા ભગાડી ગયો હતો ત્યારથી બન્ને વચ્ચે વેરઝેરના
બીજ રોપાયા હતા અને અપહરણ કરનારાઓએ ગત તા.11/3/ર013ના ઘાતક હથિયારો સાથે યુવતીના પિતાની
ઘરે પહોંચી ચેતન કમા, કમાભાઈ અને મંજુલાબેન ઉપર જીવલેણ હુમલો કરી નાસી ગયા હતા.
આ કેસ
કેશોદની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે જુમાશા ઉર્ફે મુન્નો ગરીબશા શામદાર, હુસેન અચુશા
રફાઈ, ઈબ્રાહીમશા અચુશા, સિકંદર અચુશા અને અચુશા હુસેનશાને ત્રણ ત્રણ વર્ષની સખ્ત કેદ
તથા રૂ.બે-બે હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.