ધોરાજી,
તા.25: ધોરાજી તાલુકાના પાટણવાવ ગામની સીમ વિસ્તારની વાડીમાં ગાંજાનું વાવેતર સ્પેશિયલ
ઓપરેશન ગ્રુપ રાજકોટ રૂરલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.
રાજકોટ
ગ્રામ્ય એસઓજીની ટીમે યોગ્ય બાતમીના આધારે કાંતિલાલ ઉર્ફ રૂગાભાઈ સોજીત્રા પાટણવાવના
ખેતરમાં ગેરકાયદે રીતે માદક પદાર્થ એટલે કે ગાંજાનું વાવેતર કર્યું હતું, એ ઝડપી પાડયું
હતું. જેમાં ખેતરમાંથી ગાંજાના છોડ નંગ બે જેનો વજન 17 કિલો 297 ગ્રામ છે અને એની કિંમત
8,64,850 કબ્જે કરવામાં આવ્યો હતો અને વાડી માલિક માલિક કાંતિલાલ ઉર્ફ રૂગાભાઈ સોજીત્રાને
ગાંજાના વાવેતર સાથે પકડી લીધો હતો.