• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

વેનેઝુએલાથી ભારત આવી રહી છે ઓઈલની મોટી ખેપ

2 મિલિયન બેરલની ક્ષમતાવાળા મહાકાય જહાજ ભારતીય તટો તરફ રવાના

નવી દિલ્હી, તા.2પ: અમેરિકાએ ચાલુ વર્ષનાં આરંભે ઓઈલ સંપન્ન દેશ વેનેઝુએલા ઉપર હુમલો કરીને તેનાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. અમેરિકાનાં આ પગલાં બાદ વૈશ્વિક ઓઈલ બજારમાં સમીકરણો ઝડપથી બદલાઈ ગયા છે. જેમાં હવે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે કે, વેનેઝુએલા ક્રૂડ ઓઈલની એક મોટી ખેપ ભારત મોકલી રહ્યું છે.

વેનેઝુએલાથી 2 મિલિયન બેરલ સુધી ઓઈલ વહન કરવાની ક્ષમતાવાળું સુપર ટેન્કર ભારતીય તટો તરફ આગળ વધી રહ્યાં છે. આ સમાચાર એવા સમયે બહાર આવ્યા છે જ્યારે અમેરિકા તરફથી વેનેઝુએલામાં દખલ બાદ ત્યાંથી ઓઈલની નિકાસમાં સતત વધારો થયો છે.

વેનેઝુએલાનાં કેટલાક ટ્રેડિંગ હાઉસ અને ગ્રાહકોએ સુપર લાર્જ ક્રૂડ કેરિયર્સને ભાડા ઉપર લીધા છે. જે આ વર્ષે માર્ચમાં લોડિંગ સ્લોટ માટે જોસ ટર્મિનલ ઉપર તૈયાર છે અને ટૂંકસમયમાં ભારત માટે રવાના થવાના છે. આ વિશાળ જહાજથી માલ પરિવહનનો ખર્ચ ઓછો થશે અને ડિલીવરી પણ ઝડપથી મળવાની આશા છે.

ઇ-પેપરના નવા શુલ્ક