જૂનાગઢ,
તા.25 : માણાવદર તાલુકાના બોડકા સ્વામીના એક યુવાને ઘર બેઠા નાણાં કમાવાની લાલચમાં
વિવિધ બેંક ખાતાઓમાં નાણા ભરેલ પરંતુ અંતે રૂપિયા 24,78,404 પરત ન આપી ઓનલાઇન છેતરાપિંડી
કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
આ અંગેની વિગત પ્રમાણે બોડકા સ્વામીના ગામે રહેતા
કિશોર લખમણ પરમાર નામના યુવાનના વોટ્સએપમાં ગત તારીખ 7 નવેમ્બર 2024ના મેસેજ આવ્યો
હતો. તેમાં ઘર બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી મોબાઈલ નંબર 918016589685ના ધારકે વોટ્સએપ
કોલ કરી ગુગલમાંથી ટિકેટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આઇડી બનાવી તેમાં ઓનલાઈન નાણા જમા
કરાવવા જણાવ્યું હતું. આ નાણાં ડોલરમાં કન્વર્ટ થવાની લાલચ આપતા આ યુવાને કટકે કટકે
વિવિધ બેંક ખાતાઓમાં રૂપિયા જમા કરાવ્યા હતા. આ નાણાં 24.78 લાખ અજાણ્યા શખ્સે પરત
નહીં આપી ઓનલાઇન છેતરાપિંડી કર્યાની સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાય છે.