સુપ્રીમ
કોર્ટે ઉઠાવેલો ગંભીર સવાલ: મતદારોમાં જાગૃતિનાં અભાવ ઉપર પણ વ્યક્ત કરેલી ચિંતા
નવી
દિલ્હી, તા.2પ: દેશની ચૂંટણીઓમાં નોટાનાં વિકલ્પનાં પ્રભાવ સંબંધિત એક મહત્ત્વની જનહિત
અરજી ઉપર સુપ્રીમ કોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. અદાલતે પૂછ્યું હતું કે, શું વિધાનસભા
અને સામાન્ય ચૂંટણીમાં નોટાનાં વિકલ્પે ચૂંટાયેલા નેતાઓની ગુણવત્તામાં કોઈ સુધારો આવ્યો
ખરો?
ચીફ
જસ્ટિસ ઓફ ઈન્ડિયા(સીજેઆઈ) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની પીઠે સ્પષ્ટ કર્યું
હતું કે, નોટા (ઉપરોક્તમાંથી કોઈ નહીં) વિકલ્પ પોતાની રીતે કોઈ એકમ નથી બની શકતો કારણ
કે મહતમ મત મળવા છતાં તે કોઈ ખાલી બેઠકને ભરી શકતો નથી.
કોર્ટે
આ સવાલ જનપ્રતિનિધિત્વ અધિનિયમ-19પ1ની કલમ પ3(2)ની વૈધતાની પડકારતી અરજીની સુનાવણી
દરમાયન કર્યો હતો. અરજીમાં એવો તર્ક આપવામાં આવ્યો છે કે, વર્તમાન કાયદા મતદારોને એ
બેઠકો ઉપર નોટાનો ઉપયોગ કરતાં રોકે છે જ્યાં માત્ર એક જ ઉમેદવાર ચૂંટણીનાં મેદાનમાં
હોય. વર્તમાનમાં જો ઉમેદવાર અને બઠકોની સંખ્યા બરાબર હોય તો ચૂંટણી અધિકારી તેને બિનહરીફ
વિજેતા ઘોષિત કરે છે. જસ્ટિસ બાગચીએ સુનાવણી
દરમિયાન ટિપ્પણી કરી હતી કે, શું નોટા આવ્યા બાદ ચૂંટાયેલા નેતાઓની ગુણવત્તામાં કોઈ
સુધારો થયો છે ખરો? શિક્ષિત મતદારોની ઉદાસીનતા ઉપર ચિંતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંબંધિત
અન્ય પરિબળો ઉપર પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, સારા ઉમેદવારોની
જીત સુનિશ્ચિત કરવા માટે મતદાનને ફરજિયાત કરવાનો પ્રયાસ થવો જોઈએ. અદાલતે અશિક્ષિત
અને મહિલાઓની તુલનામાં શિક્ષિત અને સંપન્ન મતદારો ઓછું મતદાન કરતાં હોવા ઉપર પણ ગંભીર
ચિંતા દર્શાવી હતી.