• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં આવેલા પાંચ તબીબો રાજાપાઠમાં ઝડપાયા

ભાવનગર, તા.23 : ભાવનગર શહેરના તરસમિયા-માલણકા રોડ પર આવેલી શિવધારા સોસાયટીમાં લગ્નનો ઉતારો આપવામાં આવ્યો હતો, જ્યાં પાંચ તબીબો નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે પાંચેય તબીબોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના તરસમીયા-માલણકા રોડ પર એનેસ્થેસિયાના તબીબ ડોક્ટરના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ પ્રસંગમાં જાનમાં આવેલા અન્ય તબીબ મિત્રોને રહેવા માટે શિવધારા સોસાયટીના એક મકાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ તબીબો મોંઘી બ્રાન્ડનો દારૂ પીને નશાની હાલતમાં છાકટા બનીને રોડ પર ફરતા હતા, જે દરમિયાન ભરતનગર પોલીસે તેમને ઝડપી પાડયા હતા. જેમાં સુરતના ડો. નિકુંજ ભરતભાઈ કાતરોડિયા અને ડો. ભાર્ગવ ઘનશ્યામભાઈ સોહલિયા, રાજકોટ સિવિલ હોસ્પિટલના ડો. દર્શન કેશુભાઈ વિરમગામા, ભાવનગરના ડો. રાકેશ રમેશભાઈ જાલોંધરા અને કોડીનારના ડો. વિવેક ભીખાભાઈ રામનો સમાવેશ થાય છે. ભરતનગર પોલીસે ફરીથી પાંચેય તબીબોની ધરપકડ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026