ત્યકતાએ પણ ઉદ્યોગપતિ પર કાતર વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
જેતપુર,તા.24
: જેતપુરમાં રહેતી એક ત્યકતાએ સાડી ઉદ્યોગની મોટી ગણાતી પેઢીના ઉદ્યોગપતિએ તેણી સાથે
સાતેક વર્ષથી પ્રેમ સંબંધ રાખી તેણીનું શારીરિક શોષણ કરી તેની પર શંકા કુશંકા કરી ગતરોજ
તેણીના ઘરે બ્યુટીપાર્લરનો સામાન વેચવા આવેલ યુવક પર શંકા કરી ત્યકતા તેમજ તેની પુત્રીને
માર માર્યાની તેમજ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જ્યારે ઉદ્યોગપતિ યુવાને પણ માતાપુત્રી
તેમજ અજાણ્યા યુવાને કાતર જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા કર્યાની ફરીયાદ નોંધાવી હતી.
સાડી
ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવતા ગૌરીનંદન ગ્રૂપનો હરશ્યામ વલ્લભભાઈ ઠુંમર નામના ઉદ્યોગપતિ
સામે એક ત્યકતાએ નોંધાવેલ ફરીયાદ મુજબ તેણીને વર્ષ 2019માં હરશ્યામ સાથે પરિચય થયો
હતો. જે પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો અને પ્રેમ સંબંધની હરશ્યામની પત્ની પૂનમ ઉર્ફે
રાધાને પણ હતી અને મંજુર પણ હતું. જેથી તેઓ ત્રણેય માઉન્ટ આબુ, સિમલા વગેરે સાથે ફરવા
ગયા હતાં અને ત્રણેય સાથે જ રોકાયા હતાં. પરંતુ હરશ્યામ શંકા કુશંકા કરવાની ટેવ વાળો
હોય બે વર્ષ પૂર્વે ત્યકતાએ તેની સાથે પ્રેમ સંબંધ કાપી નાંખ્યો હતો ઉપરાંત હરશ્યામનો
મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. ત્યારે હરશ્યામેં બીજા નંબર પરથી તેણીનો ઓપન ફોટો
મોકલી વાયરલ કરવાની ધમકી આપી ફરીથી બળજબરીપૂર્વક સબંધ રાખ્યાં હતાં અને આ સંબંધમાં
તેણે અસંખ્યવાર માર માર્યો હતો.
પોતે
બ્યુટી પાર્લરનું કામ કરતી હોય ગતરોજ એક વેપારી યુવાન બ્યુટી પાર્લરને લગત બધી આઈટમ
લઈને વેચવા માટે આવેલ ત્યારે હરશ્યામે ત્યકતા અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ રાખે છે
અને બીજા યુવાનને ઘરે મળવા બોલાવ્યો હોવાનો ત્યકતાના ભાઈને કોલ કરેલ. જે બાબતનો કોલ
ત્યકતાને તેના ભાઈએ કરતા આ ત્યકતાએ હરશ્યામના પિતા, બેન વગેરેને કોલ કરી હરશ્યામ તેણીને
બદનામ કરતો હોવાનું જણાવ્યું હતું અને તેણી પોતાના એપાર્ટમેન્ટમાંથી પુત્રી અને વેપારી
યુવાન સાથે નીચે ઉતરતા હરશ્યામે તેણી પર અને પુત્રી પર હુમલો કરી ઇજાગ્રસ્ત કરી દેતા
તેણીએ 112 જનરક્ષકમાં કોલ કરી સારવાર માટે સરકારી હોસ્પીટલે દાખલ થઈ હતી. પોલીસે ત્યકતાની
ફરીયાદ પરથી મારામારી તેમજ દુષ્કર્મની ફરીયાદ નોંધી હતી.
જ્યારે
સામાપક્ષે હરશ્યામ ઠુંમરે પણ સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી કે તેને કદમ એપાર્ટમેન્ટમાં
રહેતી હેતલ રવજીભાઈ મેસિયા સાથે પ્રેમ સંબંધ હતો. જેમાં તેણે હેતલ જે એપાર્ટમેન્ટમાં
રહે છે તે એપાર્ટમેન્ટમાં એક બ્લોક વેચાતો લઈ દીધો હતો. જેથી હેતલને અવારનવાર મળવા
માટે ત્યાં જતો હતો પરંતુ તેણીને અન્ય યુવક સાથે પણ પ્રેમ સંબંધ હોવાની ફરીયાદીને જાણ
થતાં એકાદ વર્ષથી તેણી સાથે સબંધ કાપી નાખ્યો હતો. પરંતુ હેતલ તેણીની છાતી પર હરશ્યામ
નામનું અને ગળાના ભાગે જયશ્રી વલ્લભ કરાવેલ અને તે ટેટુ બધાને બતાવી હરશ્યામની બદનામી
કરતી હતી. જેમાં ગતરોજ તેણીને મળવા માટે તેનો કોઈ બોયફ્રેન્ડ તેના ઘરે આવ્યો હોવાની
જાણ થતાં હરશ્યામે હેતલના ભાઈને કોલ કરીને આવેલા યુવાન વિશે અને બીજી હકકિત જણાવેલી.
અને હેતલ પોતાને બદનામ કરતી હોય એટલા માટે પોતે એપાર્ટમેન્ટની નીચે ઉભો રહેલો. જે વાતની
જાણ હેતલને થતા પોતાની પુત્રી તેમજ બોયફ્રેન્ડ સાથે નીચે આવી હરશ્યામ સાથે ઝઘડવા લાગી
અને તું મને રૂપિયા આપ તેમ પણ કહી મારામારી કરવા લાગી અને કાતર જેવા કોઈ તીક્ષ્ણ હથિયાર
વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જેની સીટી પોલીસે હેતલ, તેની પુત્રી તેમજ અજાણ્યા
શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો.