• શનિવાર, 27 એપ્રિલ, 2024

અમરેલી, ધારી તેમજ વિસાવદર પંથકનાં  110 ગામડાંમાં કાલથી સર્જાશે જળસંકટ

મહી પરીએજ યોજનાની લાઈનમાં ભંગાણ સર્જાતા 10 દિવસ પાણી વિતરણ બંધ રહેશે: પા.પુ. બોર્ડ

 

અમરેલી, તા. 28 : ઉનાળાના પગરવ સાથે જ મહી પરીએજ યોજનાની લાઈનમાં ભંગાણ સર્જાતા આગામી દશ દિવસ માટે અમરેલી, ધારી તેમજ વિસાવદર પંથકના 110 જેટલા ગામોમાં મહિ પરીએજ યોજનાનું પાણી વિતરણ ઠપ્પ થઈ જતાં કારમી ગરમીમાં પાણીની પારાયણ સર્જાશે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, અમરેલીના અધિકારીએ જણાવ્યું હતું કે મહી પરીએજ યોજના આધારિત ઈશ્વરીયા ધારી અને વિસાવદર જૂથ પાણી પુરવઠા યોજના મારફત અમરેલી પેટા વિભાગના 7 ગામો, ધારી પેટા વિભાગના 89 ગામો અને વિસાવદર પેટા વિભાગના 15 ગામોને પીવાના પાણીનું વિતરણ રેગ્યુલર કરવામાં આવશે. પરંતુ આ ત્રણેય પેટા વિભાગની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે. ભંગાણ સર્જાયેલ લાઇન રીપેરીંગની કામગીરી 30મી માર્ચના રોજ શરૂ થશે અને 8મી એપ્રિલના રોજ પુરી થશે. આમ દશ દિવસ મહી પરીએજ યોજનાનું પાણી વિતરણ ઠપ્પ થઈ જશે. જેથી આ યોજનામાં સમાયેલા 110 જેટલા ગામોને સ્થાનિક સ્ત્રોત મારફત પાણી વિતરણ વ્યવસ્થા ઉભી કરવી પડશે. ઉનાળાની શરૂઆતમાં જ 41 ડિગ્રી તાપમાન વચ્ચે પીવાના પાણીની પારાયણ સર્જાશે. અસરગ્રસ્ત ગામોમાં સ્થાનિક સ્ત્રોતનો અભાવ હશે તો લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વખત આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક