• બુધવાર, 08 મે, 2024

પાંચ દિવસની તેજીને બ્રેક : સેન્સેક્સ, નિફ્ટી ઘટયા

મુંબઈ, તા.26 : કેટલીક મોટી કંપનીઓનાં કમજોર પરિણામો અને નફાવસૂલીનાં કારણે આજે પાંચ દિવસ વણથંભી રહેલી તેજીને બ્રેક લાગી હતી. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં આજે પણ ખરીદી જોવા મળી હતી એટલે કે આજે થયેલો ઘટાડો શેરબજારમાં વ્યાપક નહોતો. મિડકેપ ઈન્ડેક્સ 0.83 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.27 ટકાનાં વધારા સાથે બંધ આવ્યા હતાં. જેને પગલે આ કંપનીઓની બજાર મૂડીમાં 17 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો હતો. બીજીબાજુ આજનાં કારોબારી સત્રમાં બેન્કિંગ, ઈન્ફ્રા અને ઓટોનાં શેરમાં મોટો ઘટાડો દેખાયો હતો. તો કન્ઝ્યુમર ડયૂરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં તેજી પણ રહી હતી. આ પ્રકારનાં મિશ્ર પ્રવાહ વચ્ચે આજે સેન્સેક્સ 609.28 પોઈન્ટ એટલે કે 0.82 ટકાનાં ઘટાડા સાથે 73730.16 પોઈન્ટનાં સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 1પ0 અંક એટલે કે 0.67 ટકા સરકીને 22419.9પ પોઈન્ટની સપાટીએ બંધ આવ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો May 08, Wed, 2024