• રવિવાર, 05 મે, 2024

જ્ઞાનવાપી ચુકાદો સંભળાવનાર જજને ધમકી

અજાણ્યા ઇન્ટરનેશનલ કોલ્સથી ધમકી, સુરક્ષા વધારવા માગ

બરેલી, તા.રપ : જ્ઞાનવાપી કેસ અંગે ચુકાદો સંભળાવનાર જજ રવિ દિવાકરને પર્સનલ મોબાઇલ ફોન પર આંતરરાષ્ટ્રીય કોલથી અનેકવાર ધમકી આપવામાં આવતાં તેમની સુરક્ષા વધારવા માગ કરવામાં આવી છે.

જજે બરેલી પોલીસ અધિક્ષકને પત્ર લખી પોતાને મોબાઇલ ફોન પર અનેકવાર આંતરરાષ્ટ્રીય ફોન કોલથી ધમકી આપવામાં આવ્યાની ફરિયાદ કરી સુરક્ષા વધારવા રજૂઆત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 1પ એપ્રિલે રાત્રે 8:4ર મિનિટે ઇન્ટરનેશનલ નંબરથી જજને પર્સનલ મોબાઇલ ફોન પર કોલ આવ્યો અને ધમકી અપાઈ હતી. બાદમાં જજે અન્ય કોઈ કોલનો જવાબ આપ્યો ન હતો. જજ રવિએ બરેલીમાં દંગા મામલે તૌકીર રઝાની ફાઇલ ખોલાવતા ચર્ચામાં આવ્યા હતા.

જજના સ્ટાફે જણાવ્યા અનુસાર જજ રવિ દિવાકરને આ પહેલા પણ અજાણ્યા ફોન કોલ્સથી ધમકી અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે બનારસમાં જ્ઞાનવાપી મામલે ફેંસલો સંભળાવ્યા બાદ જજ રવિ દિવાકરની બરેલી બદલી થઈ હતી. પ્રશાસન તરફથી જજ અને તેમના પરિવારને પહેલા વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી જે બાદમાં એકસ કેટેગરીની કરાઈ હતી. જજની સુરક્ષામાં બે જવાન રહે છે પરંતુ તે આતંકવાદીઓ સામે લડવા પૂરતાં હથિયારોથી સજ્જન હોવાની રજૂઆત કરાઈ છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024