• બુધવાર, 08 મે, 2024

T-20 વર્લ્ડ કપનો બ્રાંડ એમ્બેસેડર બનતો યુવરાજ

દુબઇ, તા.26 : પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંઘ આઇસીસી ટી-20 વર્લ્ડ કપનો બ્રાંડ એમ્બેસેડર બન્યો છે. ક્રિસ ગેલ અને ઉસેન બોલ્ટના નામ બાદ હવે યુવરાજના નામની આઈસીસીએ આજે જાહેરાત કરી છે. તા. 1 જૂનથી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા ખાતે શરૂ થનાર ટી-20 વર્લ્ડ કપના પ્રચાર કાર્યક્રમમાં યુવરાજ સિંઘ આઇસીસી તરફથી ઉપસ્થિતિ રહેશે. ભારતીય ટીમ 2007ના ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની ત્યારે યુવરાજ પ્લેયર ઓફ સિરીઝ બન્યો હતો. તેણે ઇંગ્લેન્ડ સામેના લીગ મેચમાં સ્ટૂઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છક્કા ફટકારી રેકોર્ડ બનાવ્યો હતો. 

ટી-20 વર્લ્ડ કપના બ્રાંડ એમ્બેસેડર બન્યા બાદ યુવીએ કહ્યંy છે કે આ ટૂર્નામેન્ટ કાર્નિવલ જેવી બની રહેશે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ રમવા માટે શાનદાર સ્થળ છે. ભારતની સંભાવના વિશે યુવીએ જણાવ્યું કે સૂર્યકુમાર અને બુમરાહનું ફોર્મ મહત્વનું બની રહેશે. આ બે ખેલાડી સૌથી મહત્ત્વના બની રહેશે. શિવમ દૂબે પર કહ્યંy કે તેની પસંદગી થઇ શકે છે. તે ગેમ ચેન્જર બની શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો May 08, Wed, 2024