• બુધવાર, 08 મે, 2024

ગુજરાત એટીએસે ગેરકાયદે હથિયાર વેચતા 6ને પકડયા

            25 પિસ્ટલ અને 90 જીવતા કારતૂસ કબજે કરાયા : ટ્રાવેલ્સના ઓઠા હેઠળ રાજકોટ, અમરેલી અને જામખંભાળિયા સુધી હથિયારોનું વેચાણ થતું હતું

અમદાવાદ, તા.26 : ગુજરાત એટીએસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ટીમે આરોપીઓ પાસેથી 25 હથિયાર (પિસ્ટલ) અને 90 જીવતા કારતૂસ જપ્ત કરી લીધા છે.

ગુજરાત એસટીએસની ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ ટ્રાવેલ્સના માધ્યમથી હથિયારોની હેરાફેરી કરતા હતા. આરોપીઓ અન્ય રાજ્યમાંથી હથિયાર લાવીને ગુજરાતમાં તેનું વેચાણ કરતા હતા. આ ગુનાનો મુખ્ય આરોપી શિવમ ટ્રાવેલનો ધંધો કરે છે. શિવમ ગુજરાતમાં હથિયારો લાવીને અન્ય આરોપીઓને આપતો હતો અન્ય આરોપી કમિશન લઇ આગળ વેચતા હતા.

એટીએસ દ્વારા હથિયાર તસ્કરીના ગુનામાં શિવમ ડામોર, પ્રવિણ શ્રીવાસ, સંજય મેર, રાજુ સરવૈયા, વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર મનાતો શિવમ ડામોર મધ્યપ્રદેશથી ટ્રાવેલ્સમાં હથિયાર લઇને આવતો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શિવમ 30 હજારા હથિયાર લાવીને 50 હજારમાં વેચતો હતો. નારોલમાં શિવમ અને મનોજ પાસેથી 5 પિસ્તોલ  જપ્ત કરાઇ છે. તપાસ કરતા 20 હથિયાર 3 મહિનામાં ગુજરાતમાં આવ્યા છે. 4 આરોપી પાસેથી 20 હથિયાર અને કારતૂસ કબજે કરાયા છે. મધ્યપ્રદેશથી જામખંભાળિયા સુધી ટ્રાવેલ્સની હેરાફેરી દરમિયાન હથિયારનું વેચાણ થતું હતું. શિવમની નારોલ વિસ્તારમાંથી ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછમાં છેલ્લા 3 મહિનામાં અલગ અલગ વિસ્તારોમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં હથિયારોનું વેચાણ કર્યું હતું. એ પછી પોલીસે રેડ કરી તમામ હથિયારો કબજે લીધા છે.

નોંધનીય છે કે આ અગાઉ પણ શિવમ અને વિપુલ હથિયાર કેસમાં ઝડપાયા હતા. આ તમામ આરોપીઓ છેલ્લા 3 મહિનાથી હથિયારોનું વેચાણ કરતા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો May 08, Wed, 2024