• બુધવાર, 08 મે, 2024

EVM ‘સુપ્રીમ’ સુરક્ષિત

VVPAT સાથે 100% મેળાપની માગ કરતી તમામ અરજીઓ ફગાવી : બેલેટથી મતદાનની માગ પણ નામંજૂર

ચુકાદા સાથે કોર્ટે સુનિશ્ચિત કરી કેટલીક વ્યવસ્થા: લોકતંત્ર પોતાના વિભિન્ન સ્તંભો વચ્ચે સદ્ભાવ અને વિશ્વાસ પર આધારિત, આલોચના સાર્થક હોવી જરૂરી : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા.ર6 : જેની વિશ્વસનીયતા સામે અનેકવાર આશંકાની આંગળી ઉઠાવવામાં આવી છે તે ઈવીએમને સુપ્રીમ કોર્ટે કલીનચીટ આપતાં ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) -વીવીપેટ (વોટર-વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ) ના 100 ટકા મેળાપકની માગ કરતી તમામ અરજીઓ ફગાવી દઈ મશીનની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા પર મહોર લગાવી  છે. સુપ્રીમ કોર્ટના બન્ને જજે સહમતિથી ઈવીએમની તરફેણમાં ચુકાદો આપીને  મહત્વનો નિર્દેશ તથા ટિપ્પણી કરી હતી. સુપ્રીમે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ પણ નામંજૂર કરી છે.

ચુકાદો સંભળાવતાં જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યંy કે અમે તમામ અરજીઓ નામંજૂર કરી છે. લોકતંત્ર પોતાના વિભિન્ન સ્તંભો વચ્ચે સદભાવ અને વિશ્વાસ પર આધારિત છે. જેના પર કોર્ટનું વલણ સાક્ષ્યો પર આધારિત છે. જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે કોઈ પ્રણાલી પર આંખો બંધ કરીને સંદેહ કરવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યંy કે અમારા અનુસાર સાર્થક આલોચનાની જરૂર છે. પછી તે ન્યાયપાલિકા હોય, વિધાયિકા વગેરે હોય. વિશ્વાસ અને સહયોગની  સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને આપણે લોકતંત્રના અવાજને મજબૂત કરી શકીએ છીએ.

‘વીવીપેટ મદ્દે હવે હંમેશ માટે વિરામ લાગે’

ઈવીએમ-વીવીપેટના મેળાપકની માગ કરતી અરજીઓ પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યંy કે ઈવીએમ પર શંકા દર્શાવતી અરજીઓ પહેલા પણ દાખલ થતી રહી છે. હવે આ મુદા પર હંમેશ માટે વિરામ લાગવો જોઈએ.આગળ જતાં જયાં સુધી ઈવીએમ વિરુદ્ધ કોઈ સજ્જડ પુરાવા ન હોય, વર્તમાન વ્યવસ્થા નિરંતર સુધાર સાથે લાગુ રહેવી જોઈએ. મતદાન માટે ઈવીએમને બદલે બેલેટ પેપર કે અન્ય કોઈ પાછળ લઈ જતી વ્યવસ્થાને અપનાવવાથી બચવું જોઈએ.

40 વાર ઈવીએમને પડકારતી અરજીઓ ફગાવાઈ

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ચૂંટણી પંચના અધિકારીઓએ પ્રતિક્રિયા આપી કે ઓછામાં ઓછી 40 વાર ઈવીએમની વિશ્વસનીયતાને પડકારતી અરજીઓને અદાલતોએ નામંજૂર કરી છે. સીઈસી રાજીવ કુમાર અનુસાર ઈવીએમ 100 ટકા સુરક્ષિત છ અને તમામ રાજકીય દળો દિલથી જાણે છે કે મશીનમાં કોઈ ખરાબી નથી. ઈવીએમ નિષ્પક્ષ છે.

કોર્ટે આપેલા ખાસ નિર્દેશ

-           ઈવીએમમાં સિમ્બોલ લોડિંગ પ્રક્રિયા પૂરી થવા પર, લોડિંગ એકમને સીલ કરીને કંટેઈનરોમાં સુરક્ષિત કરવું.

-           ઉમેદવાર અને તેના પ્રતિનિધિ મહોર પર હસ્તાક્ષર કરશે.

-           એસએસયુવાળા સીલબંધ કન્ટેઈનરોને પરિણામ જાહેર થયા બાદ ઓછામાં ઓછા 4પ દિવસ સુધી ઈવીએમ સાથે સ્ટોર રૂમમાં સુરક્ષિત રાખવામાં આવે. તેને ઈવીએમની જેમ ખોલવા અને સીલ કરવા જોઈએ. માઈક્રો કંટ્રોલરની પણ થઈ શકશે તપાસ.

-           પ્રત્યેક વિધાનસભા તથા સંસદીય ક્ષેત્રમાં ચૂંટણી જાહેર થયા બાદ ઈવીએમના નિર્માતાઓના એન્જીનીયરોની ટીમ તપાસ અને ખરાઈ કરે.

-           પરિણામના વેરિફિકેશન અંગે ઉમેદવાર ર અને 3ના લેખિત અનુરોધ પર પરિણામ જાહેર થયાના 7 દિવસમાં તપાસ થવી જોઈએ. જે ખર્ચ થાય તે ઉમેદવાર પાસેથી વસૂલવામાં આવે અને છેડછાડ મળ્યે ખર્ચ પરત કરાશે.

-           ચૂંટણી પંચ મતોની ચબરખીઓની ગણતરી માટે એક ઈલેક્ટ્રોનિક મશીનના સૂચન અને શું ચૂંટણી ચિહૃન સાથો સાથ પ્રત્યેક પાર્ટી માટે એક બાર કોડ હોઈ શકે તેની તપાસ કરે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો May 08, Wed, 2024