• શનિવાર, 27 એપ્રિલ, 2024

જામનગરમાં સિટી ઈજનેરની ઓફિસમાં ઘૂસી પૂર્વ કોર્પોરેટરે માગી ખંડણી

1 લાખ નહીં આપે તો ફસાવી દેવાની ધમકી

 

જામનગર, તા. ર8 : જામનગર મહાપાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ભાવેશ નટવરલાલ જાની પોતાના ફરજના ભાગરુપે મનપા કચેરીએ હતા. આ દરમિયાન તેજશી ઉર્ફે દીપુ પારિયા પોતે ભાવેશ જાનીની ચેમ્બરમાં ઘસી આવ્યો હતો. આ વેળાએ ચેમ્બરમાં જઈ વોર્ડ નં.7ની ઈમ્પેક્ટની ફાઈલ ક્લીયર કરી આપવા માટે ધમકી આપી હતી. બેફામ બનેલા દીપુ પારિયાએ કહ્યુ કે હું પૂર્વ કોર્પોરેટર છું અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર તરીકે સેવા આપે છે. જો તમારે મહાપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખ રૂપિયા આપવા પડશે અને નાની મોટી રકમ નહીં પરંતુ એક લાખનો હપ્તો (ખંડણી) આપવી પડશે તેવી ખુલ્લેઆમ ધમકી આપી હતી.

આ ઉપરાંત ઉશ્કેરાટ સાથે ભાવેશ જાનીના શર્ટનો કાઠલો પકડીને ધમકી આપી કે સિનિયર વકીલ હારૂન પલેજાનું ખૂન થયેલ છે તેમ (જુઓ પાનું 10)

તમારું પણ ખૂન કરાવી નાખવાની અને ખોટા એટ્રોસિટીના કેસમાં ફીટ કરાવી દઈશ. બેફામ ગાળો બોલી બળજબરીથી પૈસા પડાવવાની કોશિશ કર્યાની ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. પોલીસે ભાવેશ જાનીની ફરિયાદના આધારે દીપુ પારિયા સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક