• શનિવાર, 27 એપ્રિલ, 2024

અમદાવાદના ગોપાલ ડેરી અને રીવર વ્યૂ હોટલ પર આઇટીનું સર્ચ ઓપરેશન

13 સ્થળે દરોડા: 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા

મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવવાની શકયતા

અમદાવાદ, તા.26 : લોકસભા ચૂંટણી સમયે અમદાવાદમાં આવકવેરા (આઇટી)વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદમાં ડેરી અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડયા છે. જેમાં ગોપાલ ડેરી અને રીવર વ્યૂ હોટલ પર આઇટી વિભાગે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. ડેરીના માલિક નીશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડયા છે. આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલાં એકમો પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્કમટેક્સના આશરે 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. બેનામી કાળુનાણું મળવાની શક્યતાઓ પણ છે.

શહેરમાં કુલ 13 સ્થળે દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી છે તેમજ આઇટી વિભાગના આશરે 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ આઇટી વિભાગે રાજકોટના જાણીતા બિલ્ડરોને ત્યાં દરોડા પાડયા હતા. તેમાં કરોડોના બેનામી વ્યવહાર સામે

આવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક