• શનિવાર, 27 એપ્રિલ, 2024

ચોટીલા નજીક ગમખ્વાર અકસ્માત : દર્દીને લઈ રાજકોટ જતી એમ્બ્યુલન્સ

ટ્રક પાછળ ઘૂસી જતા 3નાં કરુણ મૃત્યુ :  સારવાર અર્થે જે દર્દીને લઈ જતા હતા તેનો આબાદ બચાવ, ચાલકનું મૃત્યુ

વઢવાણ, તા.ર6 (ફૂલછાબ): ચોટીલાથી દર્દીને રાજકોટ રિફર કરવાનો હતો ત્યારે વહેલી સવારે એમ્બ્યુલન્સ મારફતે તેને ચોટીલા રિફર કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે ત્યારે આ અકસ્માતમાં જે દર્દી છે તે બચી ગયો છે તેની સાથે રહેલા પાયલબેન મકવાણા અને ગીતાબેન મિયાત્રાનું મોત નીપજવા અને એમ્બ્યૂલન્સના ડ્રાઈવર વિજયભાઈ બાવળિયાનું પણ મોત નીપજ્યું હતું. આ સંદર્ભે પોલીસે દોડી જઈ અને તાત્કાલિક તપાસ હાથ ધરતા આગળ જતા ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ છે અને આ પ્રકારની

 ઘટના બની હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે ઘટનાને લઈ ટ્રક ચાલક ફરાર બન્યો છે તેની ચોટીલા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી જઈ અને ત્રણ મૃતદેહોને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢી ત્રણે મૃતદેહોને પીએમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

જો કે આ અકસ્માતમાં જે દર્દી છે તે બચી ગયા છે તેમને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ને ત્યાં તેમની વધુ સારવાર કરવામાં આવી રહી છે અકસ્માતને લઈ અને હાઈવે પણ પ્રભાવિત બન્યો છે ત્યારે હાઈવે ઉપર ટ્રાફિકજામ ન થાય તે પ્રકારના પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા.

પરંતુ જે એક કહેવત છે કે રામ રાખે એને કોણ ચાખે તે પ્રકારે આ કહેવત સાચી પડી છે. દર્દી બચી ગયા છે અને તેમને વધુ સારવાર માટે હવે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ જ સંદર્ભે તપાસ હાથ ધરાવામાં આવી રહી છે અને ટ્રકચાલકની શોધ પણ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક