• શનિવાર, 27 એપ્રિલ, 2024

નવાગામ છીકારી ગામે વૃદ્ધને જીપ હેઠળ કચડી નાખી હત્યા જમીન પર કબજો જમાવવા ત્રણ શખસે હુમલો કર્યો’તો

જામનગર, તા.6: (ફૂલછાબ ન્યુઝ) લાલપરુ તાબેનાં નવાગામ છીકારી ગામે જમીન પર કબજો જમાવવા માટેથી ત્રણ શખસે વૃદ્ધ પર હુમલો કરી જીપ હેઠળ કચડી નાખી હત્યા કરી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, નવાગામ છીકારી ગામે રહેતા ભીખાભાઈ બધાભાઈ કેશવાલા નામના વૃદ્ધ ગામની સીમમાં આવેલી વાડીએ ગયા હતા ત્યારે જીપમાં ત્રણ શખસ ધસી આવ્યા હતા અને ભીખાભાઈ પર હુમલો કર્યા બાદ ભીખાભાઈ પર જીપ ફેરવી દઈ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ થતા પોલીસ તેમજ મૃતક ભીખાભાઈના પુત્ર ભરત સહિતના પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક ભીખાભાઈનાં ફઈ હાલમાં યુકે રહેતાં હોય તેની માલિકીની જમીનની સારસંભાળ લેતાં હતાં. જમીનનો કબજો લેવા બાબતે અગાઉ સંજય ગોરાણિયા અને બલદેવ ગોરાણિયા સાથે માથાકૂટ થઈ હતી. આ મામલે મૃતક ભીખાભાઈના પુત્ર ભરત કેશવાલાએ આ બન્ને શખસ અને એક અજાણયા શખસે હુમલો કરી હત્યા કરી નાખ્યાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક