• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

સાવરકુંડલાની દીકરીનો બીજો ‘િગનિસ વર્લ્ડ રેકોર્ડ’

હર ઘર તિંરગા અભિયાનને વેગ આપવા બદલ કરાયેલા સનિષ્ઠ પ્રયત્નોને બિરદાવવા એવોર્ડ અપાયો

(ફૂલછાબ ન્યુઝ)

સાવરકુંડલ તા, તા.12 : જન્મભૂમિ  સાવરકુંડલા અને કર્મ ભૂમિ આણંદની બહુમુખી પ્રતીભાશાળી અને આંતર રાષ્ટ્રીય સ્તર પર સેવા માટે સક્રિય રાષ્ટ્રપ્રેમી ડૉ .કાજલ નિર્મલા ભરત રાવને બીજો વિશ્વનો સવોત્તમ લાઈફટાઈમ અચિવમેન્ટ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એનાયત થયો છે.

રાષ્ટ્રીય મિશન હર ઘર તિરંગાને વેગ આપવા માટે કરાયેલા સનિષ્ઠ  પ્રયત્નોને બિરદાવવા માટે ગિનિસ વર્લ્ડ રોકોર્ડ મળ્યો છે જેમાં ર્ડા કાજલ નિર્મલા ભરત રાવ સાથે અન્ય દેશ વિદેશની 330 મહિલાઓ જોડાઈ હતી અને એમણે સૌ એ સાથે મળીને 47,500  રાષ્ટ્ર ધ્વજ બનાવ્યા જેનું પ્રદર્શન વિશાખાપટ્ટનમમાં સ્ટેડિયમ ખાતે સાત દિવસ સુધી  યોજાયું હતું, 12.18 કિલોમીટર સુધી આ રાષ્ટ્રધ્વજ લહેરાયા હતા. સખત, સતત ખંત અને નિષ્ઠાપૂર્વકના રાષ્ટ્ર પ્રેમને કારણે તેમને વિશ્વનો સર્વોત્તમ લાઈફટાઈમ એચીવમેન્ટ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ વ્યક્તિગત એનાયત થયો છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક