• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

શાપર અને ભરુડી ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર માં બે કારખાનામાં આગ

જે. કે. પોલીમર્સ બળીને ખાક : ગોંડલ, શાપર, રાજકોટના ફાયર ફાઇટરોએ આગ બુઝાવી

ગોંડલ, તા.13 : શાપર વેરાવળના પડવલા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલાં પ્લાસ્ટિકના દાણા બનાવતાં જે. કે. પોલીમર્સ નામનાં કારખાનામાં વહેલી સવારે અચાનક આગ ફાટી નિકળતા થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં કારખાનાનો સેડ, પ્લાસ્ટિકનો કાચો માલ, મશીનરી સહિત સળગીને ભસ્મીભૂત થઈ ગયું હતું.

ભીષણ આગમાં શેડનાં પતરા સળગી જઈ વળી ગયા હતા. આગમાં કારખાનું સળગી ગયું હતું અને કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે. આગનો બીજો બનાવ ભરુડી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલાં એમ. એમ. ફોર્જિંગમાં લાગી હતી. જેમાં આગને કારણે મશીનરી તથા શેડને નુકસાન પહોંચ્યું હતું. બન્ને જગ્યાએ લાગેલી આગની જાણ ગોંડલ, શાપર અને રાજકોટ ફાયરબ્રિગેડને કરાતા ફાયર ફાઇટરોએ આગ કાબૂમાં લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક