• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

બેન્ક કર્મચારીઓ - અધિકારીઓની કાલે દેશવ્યાપી હડતાળનું એલાન

7 યુનિયનોનાં સંગઠન UFBUનું હડતાળનું એલાન; 5 દિવસની બેન્કિંગ વ્યવસ્થા, PLIમાં ભેદભાવ દૂર કરવા સહિત પડતર પ્રશ્નોના ઉકેલની માગ

રાજકોટ, તા.9 : બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો તેમજ અગાઉ થયેલી દ્વિપક્ષીય સમજૂતીઓના અમલમાં વિલંબને લઈને બેન્કિંગ ક્ષેત્રમાં ફરી એકવાર આંદોલનનાં મંડાણ થયાં છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા સરકારની નીતિઓ અને સમજૂતીના કથિત ભંગ સામે તા. 11ના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. UFBUમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOC સહિત સાત સંગઠનો સામેલ છે.

ઞBિઞ દ્વારા તા. 26 ઓગસ્ટે હડતાળની નોટિસ આપવામાં આવી હતી. યુનિયનોની મુખ્ય માગમાં તમામ શનિવારને રજા જાહેર કરી 5 દિવસની બેન્કિંગ વ્યવસ્થા લાગુ કરવી, સરકારની કથિત ભેદભાવપૂર્ણ Performance Linked Incentive યોજનામાં યુનિયનો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી ફેરફાર કરવો તથા તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે.  યુનિયનોના જણાવ્યા મુજબ, તા. 8 માર્ચ, 2024ના Settlement/Joint Notedpં તમામ શનિવારે રજા અંગે સરકારને ભલામણ મોકલવામાં આવી હતી. કર્મચારીઓ રોજના 40 મિનિટ વધારાનો કામકાજનો સમય આપવા પણ સંમત થયા હતા છતાં હજુ સુધી અંતિમ મંજૂરી મળી નથી. પીએલઆઇ યોજનાને લઈને પણ યુએફબીયુએ વાંધો ઉઠાવ્યો છે. યુનિયનના દાવા મુજબ નવી વ્યવસ્થામાં મર્યાદિત અધિકારી વર્ગને લાભ મળતાં મોટાભાગના કર્મચારીઓ બહાર રહી જાય છે. યુએફબીયુ એ તબક્કાવાર આંદોલન જાહેર કર્યું છે, જેમાં 11 સપ્ટેમ્બરની હડતાળ ઉપરાંત 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળ અને 26 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળનો સમાવેશ થાય છે. ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયને પણ આ કાર્યક્રમમાં સક્રિય જોડાવાની જાહેરાત કરી છે. તા.11ને શુક્રવારની હડતાળ રાજકોટ બીઓબી શાખાએ યોજવા માટેની મંજૂરી માગવામાં આવી હતી પરંતુ તે મંજૂરી ન મળતા હવે પંજાબ નેશનલ બેન્ક નાના મવા ખાતે હડતાળ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવશે.  

ઇ-પેપરના નવા શુલ્ક