દેશભરમાં વાવણી વધારે ઃ રાજસ્થાનમાં મોટો વધારો, ગુજરાતમાં સ્હેજ ઘટાડો
રાજકોટ,તા. 6ઃ (ફૂલછાબ ન્યૂઝ) મગફળીનું ઉત્પાદન ઘટી જવાના સંજોગ હવે ભૂતકાળ બની ચૂક્યાં છે. જુલાઇના મધ્યથી મગફળી પકવતા વિવિધ રાજ્યોમાં વરસાદ પડવાને લીધે પાછોતરું વાવેતર ઝાઝું થવાથી હવે ઉત્પાદન જળવાઇ રહે તેવી શક્યતા ઉજળી બની ગઇ છે.
મગફળીનું
70 ટકા
જેટલું
ઉત્પાદન
કરનારા
ગુજરાત
અને
રાજસ્થાનમાં મગફળીની સ્થિતિ અગાઉ કરતા સુધરી છે. ગુજરાતમાં વાવેતર ઘણું પાછળ રહી ગયું હતુ તે વરસાદને લીધે રિકવર થઇ ચૂક્યું છે. છતાં હજુ ગયા વર્ષની તુલનાએ સાંકડી ખાધ છે. જોકે રાજસ્થાનમાં વાવણી વધારે થઇ છે. સમગ્ર દેશમાં વાવણીનો આંક પણ પાછલા વર્ષથી ઉંચે ગયો છે.
સમગ્ર
દેશમાં
મગફળીનું
વાવેતર
41.90 લાખ
હેક્ટરમાં
ગયા
વર્ષે
હતુ
તે
વધીને
43.06 લાખ
હેક્ટર
સુધી
ગયું
છે.
જોકે
70 ટકા
વાવેતર
જે
બે
રાજ્યોમાં
થાય
છે
તે
રાજસ્થાન
અને
ગુજરાતમાં
મિશ્ર
સ્થિતિ
છે.
રાજસ્થાનમાં ગયા વર્ષના 9.67 લાખ હેક્ટર સામે 10.85 લાખ હેક્ટર વિસ્તાર રોકાયો છે. જ્યારે ગુજરાતમાં 20.41 સામે 19.77 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. વાવણી થોડી ઓછી થઇ છે છતાં ઉત્પાદન અંગેનો આશાવાદ કુલ વાવેતરના વધારાને લીધે છે.
ખેડૂતોએ
મગફળીનું
વાવેતર
જુલાઇ
મહિનાના
અંત
સુધી
ગુજરાતમાં
કર્યું
છે.
અગાઉ
ઓરવેલું
વાવેતર
હતુ.
એ
પછી
પ્રથમ
અને
બાદમાં
બીજા
વરસાદનું
વાવેતર
થયું
છે.
આમ
ત્રણ
તબક્કે
વાવણી
થઇ
છે
એટલે
હવે
ગુજરાતનો
અંતિમ
આંકડો
આવે
તે
હજુ
થોડોક
વધવાની
ગણતરી
છે.
અલબત્ત
ઉત્પાદન
અંગે
હજુ
મતમતાંતર
છે.
કારણકે
વાવેતર
ત્રણ
તબક્કે
થતાં
અંદાજ
કાઢવો
મુશ્કેલ
બની
ગયો
છે.
મગફળીના
વેપારીઓ
કહે
છેકે,
સપ્ટેમ્બરના અંત સુધીમાં નવા માલની આવક ધીરે ધીરે શરૂ થઇ ગઇ હશે. એ પૂર્વે સરકારી સ્ટોક પૂરો થાય તેમ નથી. સરકારની એજન્સી નાફેડ અને એનસીસીએફ પાસે આશરે ચારેક લાખ ટન સ્ટોક પડતર રહી જાય એવી ગણતરી છે. હાલ તો મગફળીના નવા પાકની પરિસ્થિતિ ઘણી સારી છે અને ઉત્પાદન-ઉતારા પણ સારાં આવશે તેમ માનવામાં આવે છે.
નાફેડ
અને
એનસીસીએફ
મગફળીનું
વેચાણ
રૂ.70-71
પ્રતિ
કિલોના
ભાવથી
ઓફર
કરે
છે.
જોકે
ચારેક
દિવસથી
ખરીદનારા
શાંત
થઇ
ગયા
છે.