નવી
દિલ્હી, તા.પ: પૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહિર ખાન લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)ની સૌથી
સફળ ફ્રેંચાઇઝી અને ચાર વખતની ચેમ્પિયન જાફના કિંગ્સનો સહમાલિક બની ગયો છે. સ્ટોકહોમ
સ્થિત કંપની એન્કર સ્પોર્ટસ એબી દ્રારા જાફના કિંગ્સ ફ્રેંચાઇઝી ખરીદી છે. આ કંપની
સાથે ઝહિર ખાન જોડાયેલો છે. જાફના કિંગ્સ ટીમ હવેથી એન્કર જાફના કિંગ્સ તરીકે ઓળખાશે.
એન્કર સ્પોર્ટસ એબીના માલિક નાગેન્દ્ર સિદ્યુતમ સાથે ઝહિર ખાન જાફના કિંગ્સ ફ્રેંચાઈઝીનો
સહમાલિક બન્યો છે. આ કંપની પાસે અગાઉથી જ યૂરોપીયન ટી-20 લીગની એન્ટવર્પ એન્કર અને
કેનેડા સુપર60 લીગની વેંનકુંવર ટીમ છે.