• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ભારે વરસાદથી નાના રણમાં મીઠાને 10 ટકાથી વધુ નુકસાન

અગાઉ કમોસમી વરસાદ અને હવે વધારે પડતા વરસાદથી માઠી

ખારાઘોડા, તા. 6(ફૂલછાબ ન્યૂઝ) કમોસમી વરસાદને લીધે મીઠાના અગરમાં મીઠાના જથ્થા અને સોલાર પેનલોને વ્યાપક નુકસાન ખમી ચૂકેલા ઉદ્યોગને પાછલા સપ્તાહના ભારે વરસાદથી 10 ટકા કરતા વધારે નુકસાન થયાના અહેવાલ છે. આઠ મહિના સુધી અગર તૈયાર કરીને મીઠું પકવવામાં કરેલી ઘણીખરી મહેનત પાણીમાં ભળી ગઇ છે.

મીઠાના વ્યવસાયમાં ઉતારચડાવ ખૂબ સામાન્ય ગણવામાં આવે છે પરંતુ વર્ષે કમોસમી વરસાદ પછી ચોમાસાને લીધે ભારે વરસાદપડવાથી પણ માઠી અસર પહોંચી છે. મીઠાના જથ્થામાં 10 ટકા કે તેનાથી વધારે નુકસાની પહોંચી છે. ઘણો ખરો જથ્થો ધોવાઇ ગયો છે. ગ્લોબલ વોર્મીંગની માઠી અસર ઉદ્યોગ ભોગવી રહ્યો છે. આઠ મહિનાની કાળી મજૂરી પછી પાસાદાર મીઠું વરસાદમાં નહાય ત્યારે તેની ઉપર જામેલા ધૂળ-કચરાથી લઇને મેગ્નેશિયમ જેવી વધારાની અશુદ્ધિઓ ધોવાઇ જતી હોય છે. વરસાદમાં નહાયેલા મીઠાને બજારમાં રેઇન વોશ સોલ્ટ તરીક વેચવામાં આવે છે. મીઠાની અત્યારે ઓફ સીઝન છે. ખારાઘોડામાં મીઠાના સેંકડો ઢગલાંઓ પડેલા છે. વેપારીઓ અત્યારે બગાડ સામું જોઇએ માગ થતા ભાવના ચડાવઉતારના સમીકરણો માંડે છે. જમીન પર વિખરાયેલા મીઠાના ઢગલાઓ કરતા પણ આશા અપેક્ષાના મોટાં ઢગલા મનમાં હિલોળા લઇ રહ્યા છે. નવા વર્ષના આગોતરા સોદામાં અગરિયાઓને ભાવવધારો મળશે એવો આશાવાદ છે. હવે કેટલો મળે છે તે ચોમાસુ ઉતરે પછી ગણતરી થઇ શકશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક