બે
વર્ષ બાદ ચહેરો છૂપાવીને વર્ચ્યુઅલ ભાષણ કર્યું; ડિસેમ્બરમાં જઇશ : ભારત મિત્રદેશ
નવી
દિલ્હી, તા. 5 : બે દાયકા સુધી બાંગલાદેશમાં સત્તા પર રહ્યા પછી ભારત આવી ગયેલા પૂર્વ
વડાપ્રધાન શેખ હસીનાએ બુધવારે બે વર્ષ બાદ લોકોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.
હસીનાએ
25 મિનિટના ભાષણમાં કહ્યું હતું કે, મને જેલમાં મોકલી શકે છે, મારી પણ શકે છે, તે જાણું
છું, છતાં પણ હું ડિસેમ્બરમાં બાંગલાદેશ પરત જઇશ.
મોતની
સજા, ખોટા કેસ મને ડરાવી નહીં શકે. મારા વિરુદ્ધ ચાલતી કાનૂની કાર્યવાહી ગેરકાનૂની,
ગેરબંધારણીય, રાજકારણ પ્રેરિત છે, તેવું તેમણે કહ્યું હતું.
ભાષણ
દરમ્યાન કેમેરો બંધ રખાયો હતો. સુરક્ષાના કારણે હસીનાએ ચહેરો બતાવ્યો નહોતો. કેમેરાની
સામે આવવાથી હસીના કયા સ્થળે છે તેની ખબર પડી જાય, તો તેમના માટે જોખમ થઇ શકતું હતું.
હસીના
બોલ્યા હતા કે, મેં મારી ઇચ્છાથી બાંગલાદેશ છોડયું નહોતું. પ્રદર્શનકારીઓ વડાપ્રધાન
આવાસ તરફ આગળ વધતાં ત્યાંથી નીકળવા માટે માત્ર 30-40 મિનિટનો સમય હતો.