• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

બોગસ એસટી સર્ટિફિકેટ કૌભાંડ

એક પરિવારના 17 લોકોએ અટક બદલીને લીધા સરકારી લાભ

(અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 6 રાજ્યમાં બોગસ પ્રમાણપત્રોના આધારે સરકારી લાભો મેળવવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં યુવા નેતા યુવરાજાસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને એક પરિવારના 17 લોકો દ્વારા અટક બદલીને એસટી અનામતનો ગેરલાભ લીધાનો પર્દાફાશ કર્યો છે. સાથે , આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છેલ્લા એક વર્ષથી અટકવાના મામલે સરકારને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

રાજ્યમાં બોગસ પ્રમાણપત્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજાસિંહ જાડેજા દ્વારા કૌભાંડનો ખુલાસો કરવામાં આવ્યો છે. જાડેજાએ જણાવ્યું હતું કે, સંતરામપુર તાલુકાના નરાસિંહપુર ગામના 17 લોકોએ રાવલની જગ્યાએ રાવત જ્ઞાતિ કરીને સરકારમાં અલગ અલગ લાભો લીધા છેલાભ લીધા બાદ પોલીસ કોન્સ્ટેબલ, સરપંચ, શિક્ષકના પદ અને પેટ્રોલ પંપ ખોટી રીતે મેળવ્યા છે. ત્યારે તેમણે બિરસા મુંડા કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક