• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ફરી ટ્રમ્પ ઉપર ઘાતક હુમલાની સાજિશ ?

નવીદિલ્હી, તા.પ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલાનો ખતરો ફરી એકવાર ભમતો હોવાનાં અણસાર મળી રહ્યાં છે. કેલિફોર્નિયામાં ટ્રમ્પના એક ભંડોળ એકત્રીકરણ કાર્યક્રમ પહેલા નેશનલ ગોલ્ફ કોર્સ બહાર એક એવો સંદિગ્ધ દબોચાયો હતો જેના ઈરાદાએ સુરક્ષા એજન્સીઓના હોશકોશ ઉડાડી નાખ્યા હતા. આ શખસ પાસેથી દારૂગોળા સાથે એક લોડેડ પિસ્તોલ પણ મળી આવી હતી. જ્યારે તેનાં ઘરની તલાશી લેવામાં આવી ત્યારે અનેક કારતૂસ મેગેઝિન, વિસ્ફોટક, બોડી આર્મર ઉપરાંત ઘણી વાંધાજનક સામગ્રીઓ પણ મળી આવી હતી.

ટ્રમ્પ રિપબ્લિકન નેશનલ કમિટીના કાર્યક્રમ માટે નેશનલ ગોલ્ફ કોર્સમાં જવાના હતાં એ પૂર્વે જ આ ઘટના બનીએ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી હતી. પકડાયેલા શકમંદની ઓળખ 38 વર્ષનાં જીનીન જોન ટેલે તરીકે થઈ છે. તે ટ્રમ્પના કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા ઉપર નજર રાખીને બેઠો હતો. તે છેલ્લા બે દિવસથી કાર્યક્રમ સ્થળ આસપાસની તસવીરો અને વીડિયો ઉતારી રહ્યો હતો. એવું જણાય છે કે, તે સુરક્ષામાં છીંડું પાડવા માટે નબળાઈઓની તલાશમાં હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક