• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

સરકારે વાત ન કરી એટલે જ આંદોલન થયું ઃ ભાગવત

મુંબઈમાં યુવાનો સાથે સંવાદમાં સંઘ સુપ્રિમોની શિખામણ વિરોધ કરનાર જેનઝેડને દેશદ્રોહી માનો, ઝે ઝેડ પર આંખો મીંચીને ભરોસો કરી શકું

મુંબઈ, તા. 6 નીટ પેપર લીક વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન બાદ યુવાનો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌથી મહત્વના સંવાદમાં સંઘ સુપ્રીમો મોહન ભાગવતે ગુરુવારે દેશની સરકારને મોટી શિખામાણ આપી હતી. ભાગવતે જણાવ્યું હતું કે, સરકારે પહેલા વાતચીત કરી લીધી હોત, તો આંદોલન થયું હોત, ઝેન-ઝેડ આંદોલન કરી રહી છે, તો તે રાષ્ટ્રવિરોધી નથી. વિરોધ કરવાથી જેન-ઝેડ દેશદ્રોહી નથી બની જતી. તેવું ધ્યાન ખેંચનારું નિવેદન તેમણે કર્યું હતું.

મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ મુવમેન્ટ યુનાઈટેડ મુવમેન્ટ નેશન્સની 15મી વર્ષગાંઠ નિમિતે યોજીત સમારોહને સંબોધતા ભાગવતે આવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જેન-ઝેડ રાડો પાડે છે, તો જરૂર તેમને કોઈ તકલીફ છે, ત્યારે રાડો પાડે છે, આંદોલન અમારા કે આપણા વિરુદ્ધ નથી, પરંતુ સિસ્ટમમાં સુધાર માટે છે અને હોવું જોઈએ.

આંદોલન કરતા જેન-ઝેડ દેશ વિરોધી નથી આપણા સભ્યો છે. આપણી નવી પેઢી છે, તેમની સાથે આપણો સંબંધ છે. તેમણે આપણી વાત સમજવી જોઈએ. રીતે આપણે તેમની વાત સમજવી જોઈએઁ તેવું સંઘ સુપ્રીમો બોલ્યા હતા. જંતરમંતર પર લાઠીચાર્જ જેવી કાર્યવાહી શા માટે થઈ તેનું કારણ જાણવું પડશે. કેટલાક ઉપદ્રવી પણ સામેલ હતા, તેવું અખબારોમાં વાંચ્યું છે. જો મને આંખ બંધ કરીને ભરોસો કરવો હોય તો હું જેન-ઝેડ પર કરી શકું છું તેવું ભાગવત બોલ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક