• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

કેજરીવાલનું ઇન્સ્ટાગ્રામ બ્લોક !

મેટાએ સરકાર સામે ઝૂંકવું જોઈએ કેજરીવાલ

નવી દિલ્હી, તા. 6 દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરાવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરી દેવાયું છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે, તેમણે બાબતે ઇન્સ્ટાગ્રામની મૂળ કંપનીમેટાનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને તો જણાવવામાં આવ્યું કે એકાઉન્ટ શા માટે બંધ કરવામાં આવ્યું અને તો કહેવામાં આવ્યું કે તેને ફરીથી કેવી રીતે ચાલુ કરી શકાય.

દરમિયાન, કેન્દ્ર સરકારના દબાણને કારણે મેટા સરકારની ટીકા કરતા વિચારો રજૂ કરતા અનેક એકાઉન્ટ્સને બ્લોક કરી રહ્યું છે. મેટાએ મોદી સરકાર સામે ઝૂકવું જોઈએ તેમ પણ કેજરીવાલે જણાવ્યું હતું.

એક મીડિયા હેવાલ મુજબ, એક વીડિયો શેર કરતાં કેજરીવાલે કહ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામે મને એક નોટિસ મોકલી છે, જેમાં જણાવાયું છે કે, ભારતમાં મારું એકાઉન્ટ દબાવી દેવામાં આવ્યું છે - અથવા એમ કહી શકાય કે મર્યાદિત કરવામાં આવ્યું છે. આવું શા માટે કરવામાં આવ્યું તે જાણવા માટે મેં તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈએ કોઈ સ્પષ્ટતા આપી નહીં

અરાવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે મેટાને ઈમેલ કર્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક