જામનગર,
તા.24 : જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં કરોડો રૂપિયાની આર્થિક છેતરાપિંડી અને
ગુનાહિત વિશ્વાસઘાતનો ગંભીર ગુનો નોંધાયો છે. આ બનાવમાં જામનગરની શ્રીજી શાપિંગ કંપનીના
સંચાલકે ગાંધીધામ સ્થિત એક કંપનીના ડાયરેક્ટર સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના
સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં રહેતા અને શ્રીજી શાપિંગ કંપની સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત
વેપારી અગ્રણી જીતેન્દ્ર હરિદાસ લાલ (જીતુ લાલ)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું
છે કે, ગાંધીધામ કચ્છની મહેશ્વરી હેન્ડાલિંગ એજન્સી પ્રા.લિ.ના ડાયરેક્ટર ચંદનકુમાર
છગનલાલ મહેશ્વરીએ તેમની કંપની પાસેથી બાર્જ, ટગ ભાડે આપવા સહિતની વિવિધ સ્ટિવડારિંગ
સેવાઓ લીધી હતી. આ સેવાઓના બદલામાં ચૂકવવાના રૂ.2,56,72,440 બાકી રાખ્યા હતા. ઉપરાંત સિદ્ધિ મરીન સર્વિસીસ એલએલપી
પાસેથી લેવામાં આવેલી સેવાઓના રૂ.13,73,17,687 તેમજ નરોત્તમકા કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડ
પાસેથી લેવામાં આવેલી લોન અને તેના વ્યાજની રૂ.4,26,95,257ની રકમ પણ ચુકવવામાં આવી
નહોતી. આ રીતે કુલ રૂ.20,56,85,384ની રકમ ન ચૂકવી ફરિયાદીની કંપની સાથે વિશ્વાસઘાત
અને છેતરાપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી બનાવ
અંગે વધુ તપાસ હાથ ધરી છે.