કોલંબિયાનો
નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ: પાનામા સામે ક્રોએશિયાની 1-0 ગોલથી જીત
ન્યૂયોર્ક,
તા.24: ફીફા વર્લ્ડ કપના ગઇકાલના ગ્રુપ એલના મેચમાં ખિતાબની દાવેદાર પૈકિની એક ટીમ
ઇંગ્લેન્ડ સામે ઘાના દેશની ટીમે જબરદસ્ત ટક્કર આપી મેચ 0-0થી ડ્રો કર્યો હતો. ઘાના
ટીમના આ ઉલટફેરથી ઈંગ્લેન્ડની નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની રાહ થોડી કઠિન બની છે. જો
કે ઈંગ્લેન્ડ અને ઘાના 2-2 મેચ પછી 4-4 અંક ધરાવે છે અને ગ્રુપમાં પહેલા-બીજા સ્થાને
છે.
કેપ્ટન
હેરી કેન સહિતના ઇંગ્લેન્ડના બીજા સ્ટ્રાઇકર ઘાનાની રક્ષા હરોળને ભેદી શકયા ન હતા.
આથી મેચ અંતમાં ગોલરહિત ડ્રો રહ્યો હતો અને બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા.
ગ્રુપ
કેના ગઇકાલના મેચમાં કોલંબિયાએ ડીઆર કોંગો સામે 1-0 ગોલથી નિર્ણાયક વિજય હાંસલ કરીને
નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. મેચનો એકમાત્ર ગોલ કોલંબિયન ખેલાડી મુનોજે 76 મિનિટે
કર્યો હતો. કોલંબિયાએ પહેલા મેચમાં ઉઝબેકિસ્તાનને 3-1થી હાર આપી હતી.
ક્રોએશિયાને
પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવી નોકઆઉટ રાઉન્ડની આશા જીવંત રાખી છે. ગ્રુપ એલના મેચમાં
ક્રોએશિયાનો પનામા વિરુદ્ધ 1-0 ગોલથી વિજય થયો હતો. મેચની પ6મી મિનિટે ક્રોએશિયા તરફથી
અંટે બુદિમિરે ગોલ કર્યો હતો. ક્રોએશિયાના કપ્તાન લુકા મોડ્રિચની કેરિયરનો આ 200મો
ઈન્ટરનેશનલ મેચ હતો. જેમાં ટીમને જીત મળી હતી જ્યારે સતત બીજી હારથી પનામાની નોકઆઉટ
રાઉન્ડમાં પહોંચવાની આશા ખતમ થઇ છે.