• ગુરુવાર, 25 જૂન, 2026

સિંધુનાં પાણી વિના પાક. પરેશાન

પાક. સેનાવડા મુનીર ભારત સામે યુદ્ધનો કારસો ઘડે છે, અંકુશરેખાએ ગતિવિધિ

નવી દિલ્હી, તા. 24 : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ નદીનાં પાણી રોકી દેતાં પાકિસ્તાન પરેશાન થઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય અદાલતમાં પાકે રાવ ખાધી, પણ ત્યાં કોઇ ફેંસલો નથી થઇ શક્યો. અહેવાલ એવા મળ્યા છે કે, પાક સેનાવડા આસીમ મુનીર યુદ્ધનો કારસો રચવાની વ્યર્થ કવાયત કરી રહ્યા છે.

નિયંત્રણરેખા પર પાકિસ્તાની સેનાની આઠ બ્રિગેડે 36 એન્ટી ડ્રોન યુનિટ તૈનાત કર્યા છે. પાકે એઆઇ ફેન્સિંગ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પાકિસ્તાને ઇલેકટ્રોનિક વોર ફેર અને કાઉન્ટર ડ્રોન ગ્રીડ તૈયાર કરી છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને ચીને 36 જે સિરીઝ મલ્ટિસેલ યુદ્ધ વિમાન આપ્યાં છે.

ચાલુ મહિનાની શરૂઆતમાં રાવલકોટ, કોટલી અને ભીમ્બર ક્ષેત્રમાં પાકે પાંચ બટાલિયન તૈનાત કરી છે.

આ જ જગ્યાઓમાંથી પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડવાનું પાપ કરતું રહ્યું છે. હવે સિંધુનાં પાણી નહીં મળતાં પાક રઘવાયું થયું છે.

પાકને ડ્રોન આપ્યા બાદ તુર્કીએ કરાચી પાસે સહિયારો યુદ્ધ ડ્રોન એસેમ્બલી પ્લાન્ટ પણ ઊભો કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક