• ગુરુવાર, 25 જૂન, 2026

ધર્મનાં નામે મળતા વિદેશી દાનના નિયમો બદલાયા

એનજીઓ અને સંગઠનો માટે ગૃહ મંત્રાલયે જાહેર કર્યા નવા દિશાનિર્દેશ: ધાર્મિક શ્રેણીમાંથી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ સ્પષ્ટ રીતે બાકાત : રજિસ્ટ્રેશનમાં હેતુ અને જરૂરી રાજ્યનો ઉલ્લેખ ફરજિયાત

નવી દિલ્હી, તા. 24 : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એફસીઆરએ નિયમોમાં મોટો બદલાવ કરે છે. જેના હેઠળ વિદેશી ભંડોળ પ્રાપ્ત કરનારી સંસ્થાઓ અને સંગઠનો માટે નિયમોને વધારે સખત બનાવાયા છે. મંત્રાલય દ્વારા કમ્પાઉન્ડિંગ પેનલ્ટીમાં બદલાવ કરવામાં આવ્યો છે અને રજિસ્ટ્રેશનને હેતુના હિસાબે બનાવવા માટે નિયમોને ફરીથી બદલવામાં આવ્યા છે. સાથે ધર્મ બદલવાને ઘણી ધાર્મિક શ્રેણીમાંથી સાફ રીતે બહાર રાખવામાં આવ્યું છે.

બદલાયેલા નિયમો અનુસાર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં હવે યોગ્ય હેતુ અને સંબંધિત રાજ્યોનો ઉલ્લેખ જરૂરી રહેશે જ્યાં સંગઠન કામ કરવાનું છે. સાથે જ આવેદકે પોતાની ગતિવિધિ પહેલાંથી નક્કી શ્રેણીમાંથી પસંદ કરવી પડશે. આ ઉપરાંત વર્તમાન સંસ્થાઓને નવા ફોર્મ એફસી-6એફમાં પોતાનો હેતુ અને જગ્યા બતાવવા માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે.

ધાર્મિક શ્રેણીમાં મંદિરો, મસ્જિદો, ચર્ચો, ગુરુદ્વારા, મઠ, સિનેગોંગ અને પૂજાની બીજી જગ્યાનું નિર્માણ, રિનોવેશન  સાથે ધર્મગ્રંથો, પાઠશાળા, લંગર અને ધાર્મિક શિક્ષાનો બચાવ સામેલ છે. ધાર્મિક શ્રેણીમાં ઉલ્લેખ કરવામાં આવેલી પ્રક્રિયામાં ધર્મ પરિવર્તનની ગતિવિધિ સ્પષ્ટ રૂપથી બાકાત છે. ગૃહ મંત્રાલયે મુખ્ય અધિકારીની વ્યાખ્યા પણ બતાવી છે. જેમાં કંપની ડાયરેક્ટર, પાર્ટનર, ટ્રસ્ટી, એચયુએફના કર્તા અને સંગટનના મામલાને નિયંત્રિત કરતા અન્ય લોકો સામેલ છે. વધુમાં કહેવાયું છે કે ભારતીય મૂળના લોકો ઉપરાંત જે સંગઠનમાં મુખ્ય  પદાધિકારી તરીકે વિદેશી નાગરીક છે તેને રજિસ્ટ્રેશન અથવા પહેલાથી મંજૂરીને યોગ્ય માનવામાં આવશે નહીં. જો કે સરકાર આદેશ આપીને છૂટ આપી શકશે.

આ ઉપરાંત નવા નિયમ વિદેશી ભંડોળ ઉપર રોક મૂકે છે. એક નવો નિયમ જોડવામાં આવ્યો છે જેના અનુસાર કોઈ સંગઠનને રિન્યુઅલ અથવા કેન્સલેશન માટે ત્યારે જ યોગ્ય માનવામાં આવશે જ્યારે તેણે ગત બે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાના વિદેશી ભંડોળનો ઉપયોગ કર્યો હોય.

ઇ-પેપરના નવા શુલ્ક