• મંગળવાર, 23 જૂન, 2026

મોરબી : કાકાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ભત્રીજાને પતાવી દીધો

બંદુકના ભડાકા કર્યા, કાકાના દારૂના ધંધા અંગે ભત્રીજાએ પોલીસને બાતમી આપ્યાની શંકાએ કાવતરું ઘડી હત્યા કરી

મોરબી,તા.21:મોરબીમાં યુવાનને તેના કાકા સહિતના ચાર ઇસમોએ મૃત્યુને ઘાટ ઉતારી દીધો હતો આરોપી કાકા દારૂનો ધંધો કરતા હોય અને પોલીસને બાતમી આપ્યાનો શક રાખી અન્ય ત્રણ શખ્સો સાથે મળીને કાકાએ ભત્રીજાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમજ બંદુકના ભડાકા કરી હત્યા કરી.

    સુરેન્દ્રનગર સુધારા પ્લોટના રહેવાસી ઈરફાન ગફુર ભટ્ટીએ આરોપીઓ ફારૂક અલારખા ભટ્ટી, રીયાઝ ફારૂક ભટ્ટી, સમીર સૈયદ અને નાઝી2 દિવાન રહે બધા થાનગઢ સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા.20ના રાત્રીના ફરિયાદી અને તેનો ભાઈ રમઝાન બંને લીંબડી તાલુકાના બોરાણા ગામે તળાવ ખાતે માછીમારી કરવા રાત્રીના અગિયાર વાગ્યે ગયા હતા અને વહેલી સવારે ચારેક વાગ્યે બનેવી ઇમરાન ગફુર માલાણીનો ફોન આવ્યો અને જણાવ્યું કે તેના મિત્રનો ફોન આવ્યો હતો અને વાત કરી કે હનીફભાઈ જે મોરબીના શોભેશ્વર રોડ પર રહેતા હતા ત્યાં કાકા ફારૂકભાઈ ભટ્ટી, તેનો દીકરો રીયાઝ ભટ્ટી અને તેની પાસે કામ કરતા સમીર અને નાઝીર એમ ચારેય ઈસમો હનીફને કોઈપણ હથિયારથી માર મારી બંદુકથી ભડાકા કરી હત્યા કરી છે.

    હત્યા કરવા પાછળનું કારણ એવું હતું કે કાકા દારૂનો ધંધો કરતા હોઈ અને ભત્રીજાએ તે બાબતે પોલીસને જાણ કરી હોઈ તેવો વહેમ રાખી કાકાએ ભત્રીજાની ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી.પોલીસે કાકા સહીત ચાર આરોપી વિરુધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક