• સોમવાર, 22 જૂન, 2026

સજ્જડ સુરક્ષા વચ્ચે યોજાઈ રી-નીટ

22 લાખ છાત્રે પરીક્ષા આપી : ખુદ શિક્ષા મંત્રીએ CCTV ઉપર નજર રાખી

નવીદિલ્હી,તા.21: દેશ-વિદેશનાં પ000 કરતાં વધુ કેન્દ્રો ઉપર આજે રી-નીટ એટલે કે નીટની પુન:પરીક્ષા સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. બપોરે 2થી સાંજે પ.1પ વાગ્યા વચ્ચે યોજાયેલી આ પરીક્ષામાં આશરે 22 લાખ જેટલા છાત્રો બેઠાં હતાં. આ દરમિયાન ખુદ શિક્ષણમંત્રી ધમેન્દ્ર પ્રધાને સીસીટીવી કેમેરાથી પ્રત્યેક સેન્ટર ઉપર નજર રાખી હતી. બે લાખથી વધુ સુરક્ષાકર્મીઓ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગડબડ કે ગોબાચારી રોકવા માટે તૈનાત રાખવામાં આવ્યા હતાં. જો કે આવા સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પણ અનેક છાત્રોને પરેશાનીનો સામનો કરવો પડયો હતો.

એનટીએનાં નિયમ મુજબ 1.30 કલાક પછી કોઈપણ છાત્રને કેન્દ્રમાં પ્રવેશ આપવાની મનાઈ હતી અને તેનાં હિસાબે અનેક છાત્ર જે વિભિન્ન કારણે સમયસર પહોંચી નહોતા શક્યા તે પરીક્ષા આપી શક્યા ન હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.

દૂધનાં દાઝેલા છાશ પણ ફૂંકીને પીએ તેવી રીતે આ વખતે રી-નીટ પરીક્ષા માટે સુરક્ષા બંદોબસ્ત પહેલા કરતાં પણ વધુ સજ્જડ કરવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની ગહન તલાશી લેવામાં આવી હતી. દેશનાં પપ1 શહેરોમાં પ440 કેન્દ્ર બનાવવામાં આવ્યા હતાં અને વિદેશમાં પણ 14 કેન્દ્ર ઉપર પરીક્ષા યોજવામાં આવી હતી. કુલ 12 ભાષામાં પરીક્ષા લેવામાં આવી હતી. આ વખતે 9પ હજાર પરીક્ષાખંડમાં યોજાયેલી આ પરીક્ષા માટે 1.40 લાખ સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા અને તેનાં ઉપર શિક્ષા મંત્રીએ પોતે પણ દેખરેખ રાખી હતી. આટલું જ નહીં મોબાઈલ ફોનથી નકલ રોકવા માટે 51311 જામર પણ લગાડવામાં આવેલા.

ઇ-પેપરના નવા શુલ્ક