ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે 2-0 ગોલથી યાદગાર જીત
ઓકલેન્ડ
તા.21: ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચીને એફઆઇએચ હોકી વિમેંસ નેશંસ કપનો ખિતાબ જીત્યો
છે. આજે રમાયેલા ફાઇનલ મુકાબલામાં યજમાન દેશ ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ ભારતીય મહિલા ટીમનો
2-0 ગોલથી યાદગાર વિજય થયો હતો. ભારત તરફથી પહેલો ગોલ મેચની ચોથી મિનિટે નવનીત કૌરે
પેનલ્ટી કોર્નરની મદદથી કર્યોં હતો. આ પછી 1પમી મિનિટે સુનીલિતા ટોપ્પોએ શાનદાર ફિલ્ડ
ગોલ કરી ભારતને 2-0થી આગળ કર્યું હતું. જે સરસાઇ અંત સુધી જળવાય રહી હતી. આથી ભારતીય
મહિલા હોકી ટીમનો 2-0થી વિજય થયો હતો અને નેશંસ કપમાં ચેમ્પિયન બની હતી. હોકી ઈન્ડિયાએ
ભારતીય મહિલા ટીમની દરેક ખેલાડીને 3-3 લાખનું અને સપોર્ટ સ્ટાફને દોઢ-દોઢ લાખનું ઈનામ
જાહેર કર્યું હતું.