રેકોર્ડબ્રેક ખરીદી બાદ ઝડપભેર વેચાણ: વરસાદ ખેંચાતા કપાસના વાવેતરની ચિંતા
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ,તા.20:
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની રેકોર્ડબ્રેક ખરીદી પછી ખૂલ્લાં બજારમાં કપાસની તંગી
સર્જાઇ છે. જોકે બીજી તરફ સીસીઆઇએ ખરીદ કરેલી ગાંસડીઓ પૈકી 75 ટકા વેચાઇ ચૂકી છે. બીજી
તરફ વૈશ્વિક બજારમાં તેજી થઇ જતા હવે કપાસની આયાત જકાત મુક્ત હોવા છતાં મુશ્કેલ બની
છે. હવે જો ચોમાસું ખેંચાય તો કપાસના વાવેતરમાં મોટો ફરક પડી જાય તેવી શક્યતા છે.
કોટન
કોર્પોરેશન અર્થાત સીસીઆઇએ રૂ. 1622ના લઘુત્તમ ટેકાના ભાવથી આખા દેશમાંથી 1,05,46,100
ગાંસડી (આશરે 1 કરોડ 5 લાખ)ની ખરીદી કરવામાં આવી હતી. માર્ચથી વેચવાનું શરૂ કર્યું
હતુ. 19 જૂન સુધીમાં 78.61 લાખ ગાંસડી વેંચી નાંખી છે. હવે માત્ર 26.84 લાખ ગાંસડીનો
સ્ટોક પડયો છે. ગયા મહિને ન્યૂયોર્ક કોટનમાં તેજી થતાં સીસીઆઇએ રૂ. 68 હજાર કરતા વધારે
ભાવથી ગાંસડી વેંચી હતી. એ પછી રૂ. 63 હજારનો ભાવ થઇ ગયો હતો. જોકે હાલ ફરીથી ભાવ વધવાનું
શરૂ થયું છે, કારણકે વૈશ્વિક બજારમાં તેજી થઇ ગઇ છે. જોકે ટૂંકાગાળામાં 75 ટકા કપાસ
વેંચી નાંખતા હવે નહીવત જથ્થો બચ્યો છે.
ગુજરાતમાં
સીસીઆઇએ 19.94 લાખ ગાંસડી ખરીદી હતી એમાંથી ફક્ત 6.18 લાખ ગાંસડી બચી છે. તેલંગણામાંથી
ખરીદેલા 31.64 લાખ ગાંસડીમાંથી ફક્ત 14.78 લાખ ગાંસડી જ બચી શકી છે.મહારાષ્ટ્રનો સ્ટોક
ખાલી થવા આવ્યો છે કારણકે 28.60 લાખમાંથી ફક્ત 1.92 લાખ ગાંસડી જ હવે રહી છે.
ભારતીય
બજાર ન્યૂયોર્ક કોટન વાયદાને આધારે ચાલે છે. જ્યાં 88 સેન્ટનો ભાવ ગયા મહિને થઇ ગયા
પછી 73 સેન્ટ સુધીના ઘટાડા બાદ હવે ફરીથી 80 સેન્ટ થવા આવ્યા છે. ભારતમાં પણ ભાવ તૂટયાં
પછી સુધારો આવી ગયો છે.
જોકે
સૌથી વધારે ચિંતા ચોમાસાને લઇને છે. કપાસના નીચાં ભાવને કારણે ખેડૂતો કપાસ વાવવા તૈયાર
નથી. ત્યારે વરસાદ ખેંચાતા વાવેતર પર ગંભીર અસર પડવાની ચિંતા બજારમાં પ્રસરી છે. અલબત્ત
આ કારણથી તેજી થાય તો પણ હવે ખેડૂતોના હાથમાં કપાસ નથી.