11 દડામાં અર્ધસદી કરી નવો રેકોર્ડ બનાવ્યો
દામ્બુલા,
તા.21: ઇન્ડિયા એ ટીમના 1પ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ત્રિકોણીય વન ડે શ્રેણીના ફાઇનલમાં
વિસ્ફોટક બેટિંગ કરીને વિક્રમોની વણઝાર રચી હતી. ફાઇનલમાં શ્રીલંકાના બોલરો સામે પાવર
હિટિંગ કરીને વૈભવે ફક્ત 29 દડામાં 10 ચોક્કા અને 8 છક્કાથી 94 રનની આતશી ઇનિંગ રમી
હતી. લીગ મેચમાં શ્રીલંકાના ખેલાડીઓએ સુપરઓવરની જીત બાદ ધક્કામુક્કી કરી હતી. જેનો
બદલો વૈભવે તેના બેટથી આજે લીધો હતો. તેણે ફકત 11 દડામાં અર્ધસદી કરી લિસ્ટ એ ક્રિકેટમાં
સૌથી ઝડપી અર્ધસદીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીના
રેકોર્ડની બરાબરીથી તે સહેજમાં દૂર રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર મેકગર્કે લિસ્ટ
એ ક્રિકેટમાં 29 દડામાં સદી ફટકારી હતી. વૈભવ આજે તેની ઇનિંગના 29મા દડે છક્કો મારવાના
પ્રયાસમાં 94 રને આઉટ થયો હતો. આથી આ રેકોર્ડ ચૂકી ગયો હતો.