• સોમવાર, 22 જૂન, 2026

દુનિયાનો સૌથી મોટો સામૂહિક ઉત્સવ યોગ દિવસ : મોદી

ભારત અને વિશ્વભરમાં અલગ અલગ સ્થળોએ યોજાયા યોગ દિવસના સમારોહ

નવી દિલ્હી, તા. 21 : ભારત અને વિશ્વભરમાં સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ વિષય હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદીએ કોલકાતાના રેડ રોડથી રાષ્ટ્રીય સમારોહનું નેતૃત્વ કર્યું હતું. જ્યાં હજારો  લોકોએ કોમન યોગ પ્રોટોકોલ સત્રમાં ભાગ લીધો હતો. વિશ્વભરમાં 210થી વધારે ભારતીય દૂતાવાસ અને 2500થી વધારે અન્ય સ્થળોએ કાર્યક્રમો આયોજિત થયા હતા. જે યોગની વધતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને બતાવે છે.

પીએમ મોદીએ કોલકાતામાં યોગ દિવસ સમારોહ દરમિયાન સંબોધન કરતા કહ્યું હતું કે ભારતમાં હિમાલયથી લઈને હિંદ મહસાગાર, પૂર્વમાં નોર્થ ઈસ્ટ અને બંગાળથી લઈને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી પૂરો દેશ યોગની ઊર્જાથી ભરેલો લાગી રહ્યો છે. મોદીએ કહ્યું હતું કે, યોગ ઉંમર વધવાની સાથે પણ યુવા અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. યોગ જીવનને સતત વિકાસ તરફ વધવા માટે પ્રેરિત કરે છે.  પીએમ મોદી ઉપરાંત અભિનેતાઓ,  ઉદ્યોગપતિઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દેશ તેમજ દુનિયાભરના જાણીતા લોકોએ યોગ દિવસના અલગ અલગ સમારોહમાં ભાગ લઈને ઉજવણી કરી હતી. આ ઉપરાંત સુરક્ષા દળો દ્વારા પણ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ સ્થળે કપરા માહોલ વચ્ચે ફરજ બજાવતા સુરક્ષા દળના જવાનોને યોગ મારફતે દુનિયાભરને સંદેશ આપવાની કોશિશ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક